સુષ્મા સ્વરાજનાં સ્વાસ્થમાં ઝડપી સુધારો : હોસ્પિટલમાંથી રજા અપાઇ

નવી દિલ્હી : વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની કિડની ટ્રાન્સપ્લાનટ સફળ રહ્યા બાદ સોમવારે સાંજે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. ગત્ત 10 ડિસેમ્બર તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમનાં સ્વાસ્થયમાં ઝડપી સુધારો આવી રહ્યો હતો. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાને જણા્યું કે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટમાં ઝડપી સુધારો આવ્યો હતો. તેમને આજે (સોમવાર) હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

ડોક્ટર્સની ટીમ અનુસાર ઓપરેશન બાદ ખાસ ડોક્ટરની એક ટીમે વિદેશ મંત્રીના સ્વાસ્થય પર બારીક નજર રાખી રહ્યા હતા. ખાસ ડોક્ટરની ટીમ એનેસ્થેશિયા તથા ક્રિટિકલ કેર વિશેષજ્ઞો ઉપરાંત ટ્રાન્સપ્લાન્ટ ડોક્ટર્સ, નેફ્રોલેજિસ્ટ, હૃદય રોગ નિષ્ણાંત, ઇન્ડોક્રોલોજિસ્ટ તથા પલમોનોલોજિસ્ટનો પણ સમાવેશ થાય છે.

ગત્ત 10 ડિસેમ્બરે એમ્સમાં 50 ડોક્ટર્સની એક ટીમ દ્વારા સુષ્મા સ્વરાજનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સર્જીમાં એમ્સનાં નિર્દેશક એમ.સી મિશ્રાનાં નેતૃત્વમાં એમ.મિંજ, વી.કે બંસલ તથા પ્રીત મોહિંદર સિંહ જેવા વરિષ્ઠ ડોક્ટર્સ પણ હાજર રહ્યા હતા.

You might also like