અમેરિકામાં ભારતીય પર હૂમલો વિકૃત માનસિકતા ધરાવતા લોકોનું કામ : સ્વરાજ

નવી દિલ્હી : અમેરિકામાં ગત્ત કેટલાક દિવસો દરમિયાન ભારતીયો પર હૂમલોની ઘણી ઘટનાઓની ભારત સરકારે ગંભીર નોંધ લીધી છે. જો કે તેના માટે તે સરકાર, સંસ્થા કે લોકોને દોષીત નહી માનતા હિન માનસિકતાનાં કેટલાક લોકોને જવાબદાર ઠેરવ્યા છે. બુધવારે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે અમેરિકામાં ભારતીયો પર થયેલા હૂમલા પર લોકસભામાં નિવેદન આપતા સરકારના વલણની સામે રાખ્યું હતું. તેમણે દેશવાસીઓને ભરોસો આપતા છે કે જ્યારે પણ બહાર કોઇ ભારતીય પર સંકટ આવશે તો સરકાર ચુપ નહી બેસે.

અમેરિકામાં થયેલા હૂમલાને પણ ત્યાની સરકાર સાથે ઉચ્ચ સ્તર પર ઉઠાવવામાં આવ્યો છે અને આગળ પણ ઉઠાવવામાં આવશે. ગત્ત ત્રણ મહિનાથી સ્વાસ્થયનાં કારણે માધ્યમોથી દુર રહેલા સ્વરાજ લાંબા સમય બાદ સંસદ આવ્યા હતા. લોકસભામાં સત્તા તથા વિપક્ષી સાંસદો ઉપરાંત સ્પીકર સુમત્રા મહાજને પણ તેમનું સ્વાગત કર્યું હતું. વિપક્ષ દ્વારા સતત અમેરિકાનાં હૂમલા અંગે નિવેદન મંગાઇ રહ્યું હતું.

સ્વરાજે પોતાનાં ચિરપરિચિત અંદાજમાં કહ્યું કે, જો કોઇ કહે છે કે અમે ચુપ બેઠા છીએ તો તે ખોટી વાત છે. અમારા કામની સંસ્કૃતી જ તેવી નથી. અમે હંમેશા ધારણા કરતા વધારે કામ કરવાનાં પ્રયાસો કરીએ છીએ. જ્યારે હું રજા પર હતી અને હોસ્પિટલમાં દાખલ હતી ત્યારે પણ સતત આ મુદ્દે મારી બારીક નજર હતી. નરેન્દ્ર મોદી પણ સતત મારી પાસેથી કાર્યવાહી અંગેનો અહેવાલ માંગતા હતા. આ વાતનો સ્વિકાર તો જે વ્યક્તિ પર હૂમલો થયો છે તેનો પરિવાર પણ કરશે.

સ્વરાજે કોંગ્રેસમાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના ભાષણ મુદ્દે હોમલેન્ડ સિક્યોરિટીના સચિવ જોન કૈલીનાં નિવેદન અને કરાકાંસના ગવર્નર દ્વારા મોદીને લખેલા પત્રનો ઉલ્લેખ રતા કહ્યું કે દરેક વ્યક્તિએ ભારતીયો પર થયેલા હૂમલાની નિંદા કરી છે.

You might also like