અઘરા અને દિલચસ્પ પાત્રમાં ‘અનારકલી’ સ્વરા ભાસ્કર

ફિલ્મ ‘અનારકલી ઓફ આરા’ના પહેલા પોસ્ટરથી જ અભિનેત્રી સ્વરા ભાસ્કર ચર્ચામાં છે. ફિલ્મના નિર્માતા પ્રિયા અને સંદીપ કૌર છે. ફિલ્મનું નિર્દેશન અવિનાશ દાસે કર્યું છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સ્વરા ભાસ્કરની સાથે સંજય મિશ્રા, પંકજ ત્રિપાઠી અને ઇશ્તિયાક ખાન છે. આ ફિલ્મ એક ગાયિકાના જીવન પર આધારિત છે, જે બિહારના આરાની રહેવાસી છે. તે પોતાનાં ઉત્તેજક ગીતો માટે જાણીતી બની જાય છે. સ્વરા આ ગાયિકાની ભૂમિકામાં છે, જ્યારે પંકજ ત્રિપાઠી તેના મેનેજરની ભૂમિકા ભજવતો જોવા મળશે તો સંજય મિશ્રા આ ફિલ્મમાં વિલનના પાત્રમાં હશે.

પોતાની આ દિલચસ્પ ફિલ્મ અંગે સ્વરા કહે છે કે અત્યાર સુધી મારા દ્વારા ભજવાયેલાં તમામ પાત્રોમાં આ કદાચ સૌથી કઠિન, પરંતુ અત્યંત દિલચસ્પ છે. કઠિન એટલે કેમ કે હું આ પહેલાં આપણા સમાજમાં આવી એકદમ અલગ દુનિયાના અસ્તિત્વથી અજાણ હતી. યુ-ટ્યૂબ ઉપર અનારકલી જેવી ગાયિકાના વીડિયો જોઇને મને ઘણી પ્રેરણા મળી. આ ભૂમિકાની તૈયારી માટે મેં મારી ભાષા, વાત કરવાની રીત વગેરે બદલવા વર્કશોપ પણ કરી. આ ફિલ્મમાં કામ કરવું એ એક દિલચસ્પ અનુભવ રહ્યો. ફિલ્મ નિર્માતા સંદીપ કપૂરના જણાવ્યા મુજબ આ વિષય તેમના દિલની ખૂબ જ નજીક રહ્યો. જે રીતે ફિલ્મ તૈયાર થઇ અને તમામ કલાકારોએ ઉમદા અભિનય આપ્યો તેનાથી તેઓ ખૂબ જ ખુશ હતા. •
http://sambhaavnews.com/

You might also like