લગ્નથી ખુશ ન હો તો સંબંધ પૂરો કરોઃ સ્વરા ભાસ્કર

ટેલેન્ટેડ અભિનેત્રી સ્વરા ભાસ્કર વેબ સિરીઝ ‘ઈટ્સ નોટ ધેટ સિમ્પલ’ દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઇ રહી છે. સ્વરા આ વેબ સિરીઝમાં પોતાની ઇમેજ કરતાં એકદમ અલગ બોલ્ડ અંદાજમાં જોવા મળશે.  તે એક એવી હાઉસ વાઇફની ભૂમિકા ભજવી રહી છે કે જે એકસાથે ત્રણ એક્સ્ટ્રા મેરિટલ અફેર રાખે છે. પોતાના આ વેબ ડેબ્યૂને લઇને સ્વરા ખૂબ જ ઉત્સાહિત છે. એક્સ્ટ્રા મેરિટલ અફેર અંગે તે કહે છે કે હું માનું છું કે કોઇ પણ સંબંધોમાં સચ્ચાઇ હોવી જોઇએ. જો સંબંધોના પાયામાં સત્ય હશે તો સંબંધો વધુ મજબૂત બનશે. તમે બીજા લોકો સાથે સાચું ત્યારે જ બોલશો જ્યારે તમે ખુદ પ્રત્યે ઇમાનદાર હશો.

આ ફિલ્મમાં પણ જ્યારે એક મહિલા પોતાની સાથે સાચું બોલવાનું શરૂ કરે છે ત્યારે સંબંધોને લઇને કન્ફ્યૂઝ થઇ જાય છે અને તેના પર આક્ષેપો થાય છે. જો તમે કોઇ રિલેશનશિપમાં છો તો તમારું ઇમાનદાર હોવું ખૂબ જરૂરી છે. જો તમે તમારા પાર્ટનર સાથે ખુશ ન હો તો એ ફીલિંગને લઇને ઓનેસ્ટ રહો અને તમારા સંબંધોને ખતમ કરો. ખોટું બોલીને તમે ૧૦ જગ્યાએ એક્સ્ટ્રા મેરિટલ અફેર કરશો અને લોકોની જેમ વિચારશો તો આ કોઇ સારી વાત નથી. જો તમે તમારાં લગ્નથી ખુશ ન હો તો પૂરી ઇમાનદારી સાથે અે સંબંધોમાંથી બહાર નીકળવાનો તમને અધિકાર છે. •

You might also like