ડિજિટલ સ્પેસ નવી સર્કસ રિંગઃ સ્વરા

નીલ બટ્ટે સન્નાટા ફિલ્મ હિટ થયા બાદ સ્વરા ભાસ્કર હવે વેબસાઈટ પર ડેબ્યૂ કરવાની તૈયારી કરી રહી છે. સ્વરા નવી વેબસિરીઝ ‘ઈટ્સ નોટ ધેટ સિમ્પલ’માં ટીવી સ્ટાર વિવાન અને અક્ષય ઓબેરોય સાથે કામ કરતી જોવા મળશે. વેબસિરીઝ અંગે વાત કરતાં તે કહે છે કે અાજે મીડિયા ખૂબ જ ઝડપથી અાગળ વધી રહ્યું છે. ડિજિટલ સ્પેસ ખરેખર નવી સર્કસ રિંગ છે. હું અા માધ્યમનો ઉપયોગ કરવા ઈચ્છું છું. અા પોતાના લોકો સુધી પહોંચવા માટે મારું નવું પ્લેટફોર્મ છે.
છેલ્લા કેટલાક સમયથી વેબસિરીઝની દુનિયાએ જોર પકડ્યું છે. યશરાજ બેનર જેવાં મોટાં મોટાં બેનરે પણ વેબસિરીઝમાં ઝંપલાવ્યું છે. અાવા સંજોગોમાં કલાકારો શા માટે અા માધ્યમથી બાકાત રહે. સ્વરા કહે છે કે અહીં એક નવા અને મજેદાર કન્ટેન્ટનું નિર્માણ પણ થઈ રહ્યું છે. શોના કોન્સેપ્ટ અંગે તેણે માત્ર એટલું કહ્યું કે અા એક નવો અને અાશ્ચર્યમાં મૂકી દે તેવો કોન્સેપ્ટ છે. મેં અા સિરીઝમાં એક એવું પાત્ર ભજવ્યું છે, જે અા પહેલાં ક્યારેય ભજવ્યું નથી. લોકો મને સાવ નવા અવતારમાં જોશે. હું તેને લઈને ખૂબ જ રોમાંચિત છું. છ એપિસોડના અા શોનું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે. •

You might also like