રાહુલ ગાંધીછે બ્રિટિશ નાગરિક : સુબ્રમણ્યમ સ્વામી

નવી દિલ્હી : ભાજપનાં નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર બ્રિટનની નાગરિકતા રાખવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સ્વામીએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધીએ બ્રિટનનાં અધિકારીઓની સમક્ષ ત્યાંનાં નાગરિક હોવાનો દાવો કર્યો હતો. સ્વામીએ આ આધાર પર રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા અને સંસદનું સભ્યપદ ખતમ કરવાની માંગણી કરી છે. બીજી તરફ કોંગ્રેસે સ્વામીનાં આરોપોને ફગાવી દીધા છે.
દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બ્રિટનની કંપની લો ઓથોરિટીઝનાં દસ્તાવેજ દેખાડીને સ્વામીએ દાવો કર્યો કે આ દસ્તાવેજમાં રાહુલે પોતે બ્રિટિશ નાગરિક હોવાનો દાવો કર્યો છે. સ્વામીએ કહ્યું કે બ્રિટિશ કંપનીનાં દસ્તાવેજમાં રાહુલે એકવારનહી પરંતુ વારંવાર પોતે બ્રિટિશ નાગરિક હોવાનો દાવો કર્યો છે. સ્વામીએ રાહુલ ગાંધી પર કાર્યવાહી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ર લખ્યો છે. તેમણે આ સંવિધાનનાં પ્રાવધાનોનું ઉલ્લંઘન કહ્યું હતું.
સ્વામીએ કહ્યું કે તેઓ રાહુલ ગાંધીની લોકસભાનાં સભ્યપદને રદ્દ કરવા માટે લોકસભા અધ્યક્ષ સામે માંગણી કરશે. બીજી તરફ કોંગ્રેસે સ્વામીનાં આ આરોપોને ફગાવી દીધા હતા. કોંગ્રેસ પ્રવક્તા અજય માકને કહ્યું કે મને નથી ખ્યાલ કે તેમણે શું કહ્યું છે. તેઓ જ્યારે પણ સાઇડ લાઇન થાય છે, તો ચર્ચામાં આવવા માટે આવા વિવાદો પેદા કરતા રહે છે.

You might also like