Categories: Dharm

પીપલાણામાં ભાગવતી દીક્ષા

સદ્દગુરુ રામાનંદસ્વામીના સાનિધ્યમાં નીલકંઠવર્ણીએ સમય આંખના પલકારાની જેમ વીતી રહ્યો હતો. મોક્ષ માર્ગે ચાલનારા મુમુક્ષુ માટે ભવાટવિના ભોમિયા જેવા સદ્દગુરુનો સહારો આવશ્યક છે.
મર્મી મહાપુરુષોની મદદ વગર મુમુક્ષુ પોતાની મંજિલને મેળવી શકતો નથી. સદ્દગુરુરૂપી સુકાની સિવાય સંસારસાગર તરી શકાતો નથી.
વર્ણીરાજને જેની ખોજ હતી, એવા સદ્દગુરુ એમને મળી ચૂક્યા હતા.  હવે એમને ગુરુદેવ રામાનંદ સ્વામી પાસેથી વિધિવત રીતે વૈષ્ણવી દીક્ષા લેવાનો મનોરથ હતો.
મુમુક્ષુ માટે દીક્ષા અતિ મહત્ત્વનો સંસ્કાર છે. દીક્ષા શબ્દની શાસ્ત્રીય વ્યાખ્યા ‘દીપયતિ ક્ષાલયતિ ઇતિ દીક્ષા’ ‘મેલને દૂર કરી પ્રકાશને પ્રગટાવે તે દીક્ષા.’
જેમ ખાણમાંથી નીકળેલા રફ હીરાને કુશળ કારીગર પ્રથમ પેલ પાડી કોઇ આભૂષણમાં જડે, એ જ રીતે સદ્દગુરુ શિષ્યના ચૈતન્યને શુદ્ધ કરે છે અને શ્રી હરિનાં ચરણોમાં સમર્પિત કરે છે. દીક્ષાવિધિનો આ મર્મ છે. નીલકંઠે સદ્દગુરુ રામાનંદસ્વામીને દીક્ષા આપવા માટે વિનંતી કરી. રામાનંદસ્વામીએ નીલકંઠની વિનંતીનો સ્વીકાર કર્યો.
વિક્રમ સંવત ૧૮પ૭, કાર્તિક સુદી એકાદશીનો દિવસ હતો. આ મંગળકારી દિવસે સદ્ગુરુ રામાનંદસ્વામીએ પીપલાણા ગામે નીલકંઠવર્ણીને મહા દીક્ષા આપી. ‘નારાયણ મુનિ’ અને ‘સહજાનંદસ્વામી’ નામ પાડ્યા.
રામાનંદસ્વામીએ ભક્તોને સંબોધન કરતા કહ્યું, “આ નીલકંઠવર્ણીએ સર્વ ઇન્દ્રિયોને જીતીને વશ કર્યાં છે; ઊર્ધ્વતસ્ બ્રહ્મચારી છે; આકરી તપશ્ચર્યા કરી શરીર સૂકવી નાંખ્યું છે; શરીરે પરસેવો પણ વળતો નથી ! એમનાં શરીરે પરસેવો વાળવા માટે અમે ઘણા સમય સુધી આવળના પાટા બંધાવ્યા, પણ પરસેવો વળ્યો નથી. તપ અને બ્રહ્મચર્યમાં આ બ્રહ્મચારી સાક્ષાત બદરિપતિ નારાયણ જેવા છે, માટે અમે એમનું નામ ‘નારાયણમુનિ’ રાખીએ છીએ; અને વળી આ બ્રહ્મચારી સ્વરૂપથી સહજ આનંદનો સાગર છે, માટે એનું બીજું નામ ‘સહજાનંદ સ્વામી’ રાખીએ છીએ.’
રામાનંદસ્વામી જેવા સમર્થ સદ્ગુરુ પાસેથી દીક્ષા પામીને નીલકંઠવર્ણી ધન્યતા અનુભવી રહ્યા હતા. ભગવાન રામચંદ્ર અને ગુરુ વશિષ્ઠ, ભગવાન શ્રી કૃષ્ણ અને ગુરુ સાંદીપનિ જેવી આ લીલા ભક્તોને આનંદ ઉપજાવી રહી હતી. નીલકંઠ હવે વિશેષ પણે ‘સહજાનંદસ્વામી’ તરીકે ઓળખાતા થયા. સહજાનંદ નામ નીલકંઠના નિત્ય સિદ્ધ આનંદમય સ્વરૂપ તરીકે સંકેત કરતું હતું.
ઉપનિષદોમાં આ આનંદમય સ્વરૂપનો ખૂબ જ મહિમા ગવાયો છે. •
શાસ્ત્રી માધવપ્રિયદાસ સ્વામી એસજીવીપી, ગુરુકુળ, છારોડી

divyesh

Recent Posts

પ્યાર મેં ધોખાઃ પ્રેમિકાને બદનામ કરવા કોન્સ્ટેબલે અશ્લીલ ફોટાનો સહારો લીધો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બાર વર્ષ સુધી ડિવોર્સી મહિલા સાથે લિવ ઈન રિલેશનમાં રહ્યા બાદ પોલીસ કર્મચારીએ તેના બીભત્સ ફોટોગ્રાફની પ્રિન્ટ…

2 hours ago

1 ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીમાં 10 ટકા સવર્ણ અનામતનો લાભ મળશે

(એજન્સી) નવી દિલ્હી: સામાન્ય શ્રેણીના આર્થિક રીતેે નબળા વર્ગ (ઇડબ્લ્યુએસ)ના લોકોને ૧ ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીઓમાં ૧૦ ટકા અનામતનો લાભ…

4 hours ago

…તો ઇજાગ્રસ્ત પેસેન્જર મુંબઇના બદલે કોલકતા પહોંચી ગયો હોત

(અમદાવાદ બ્યૂશ્રરો) અમદાવાદ: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૯ની ઇવેન્ટમાં હાજરી આપવા આવેલા મુંબઇના પ્રવાસીને પાછા ફરતી વખતે અન્ય ફલાઇટમાં બેસાડી દેવાતાં…

4 hours ago

Ahmedabadમાં 800 કરોડના ખર્ચે નવાં આઠ મલ્ટિસ્ટોરિડ પાર્કિંગ બનાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: દેશના ગોવા જેવા રાજ્ય કરતાં પણ વધુ વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર દ્વારા આગામી નાણાકીય…

4 hours ago

પ્રોપર્ટીના વિવાદમાં એક જ પરિવારના સભ્યો આમને સામનેઃ ત્રણ ઘાયલ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરના રખિયાલમાં ગઇ કાલે સાંજે પ્રોપર્ટીના વિવાદમાં એક જ પરિવારના બે સભ્યો વચ્ચે લોહિયાળ જંગ ખેલાતાં સમગ્ર…

4 hours ago

નંબર પ્લેટ વિના ફરતા નવાં વાહનો પર RTOની તવાઈ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નંબર પ્લેટ વિના નવા ફરતા વાહનો પર રોક લગાવવા માટે આરટીઓએ ડીલરો સામે…

4 hours ago