યોગ દિવસ પર બાબા રામદેવે બનાવ્યો રેકોર્ડ, 408 લોકોએ એક સાથે કર્યુ શીર્ષાસન

નવી દિલ્હીઃ બીજા આતંરરાષ્ટ્રીય યોગ દિવસે દેશ અને દુનિયામાં યોગલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજધાની દિલ્હીમાં ફરીદાબાદમાં યોગ કાર્યક્રમમાં બાબા રામદેવે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમણે 408 લોકો સાથે શીર્ષાસન કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. આ સમારોહમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ પણ જોડાયા હતા.

તો બીજી તરફ રોહતાશ ચૌધરી નામના વ્યક્તિએ એક મિનિટમાં પીઠ પર 80 પાઉન્ડ (36.5 કિલોગ્રામ) વજન રાખીને 51 પુશઅપ કરીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. દેશ અને દુનિયામાં અનેક સેલિબ્રિટીએ અલગ અલગ જગ્યાએ યોગ શિબિરમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ ચંદીગઢમાં યોગ શિબિરમાં ભાગ લીધો હતો.

બીબીસીના અધ્યાક્ષ અનુરાગ ઠાકુર અને ક્રિકેટર હરભજ સિંહે ધર્મશાલા ક્રિકેટ સ્ટેડિયમમાં યોગ શિબિરમાં ભાગ લીધો હતો.

પટનામાં ગિરિરાજ સિંહે યોગ દિવસ પર યોગ અભ્યાસ કર્યો હતો.

કાનપુરમાં યોગ દિવસ પર રક્ષામંત્રી મનોહર પર્રિકરે હજારો લોકો સાથે યોગ કર્યા હતા.


લખનઉમાં કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહ અને શિયા ધર્મગુરૂ મોલાના યાસૂબ અબ્બાસ યોગ શિબિરમાં ભાગ લીધો હતો.

અમેરિકાના રાજદૂત રિચર્ડ રાહુલ વર્માએ નવી દિલ્હી  સ્થિત યૂએસ એમ્બેસીમાં યોજાયેલ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

ભોપાલમાં યોગ દિવસ કાર્યક્રમમાં માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ ભાગ લીધો હતો.

મેરઠમાં યૂનિયન મિસિસ્ટર મુખ્તાર અબ્બાસ નકવી અને બીજેપી સાંસદ રાજેન્દ્ર અગ્રવાલે યોગ શિબિરમાં ભાગ લીધો હતો.

દિલ્હીમાં વિકલાંગો માટે પણ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુંબઇમાં યોગ દિવસના કાર્યક્રમમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવે યોગ દિવસ કાર્યક્રમને સંબોધિત કર્યું હતું.

દિલ્હીમાં નેવી ચીફ સુવીલ લાંબાએ પણ પોતાના સાથિઓ સાથે યોગ શિબિરમાં ભાગ લઇ યોગ કર્યા હતા.

You might also like