સ્વામી ઓમની નવી ડિમાન્ડ, નચ બલિયેમાં કરવો છે ડાન્સ

મુંબઇઃ સ્વામી ઓમ બિગ બોસ-10થી લાઇમ લાઇટમાં આવી ગયા છે. જોકે થોડા સમયથી તેઓ સાઇલન્ટ હતા. પરંતુ હવે ફરી એક વખત તેઓ લાઇમ લાઇટમાં આવ્યાં છે અને તેમણે રિયાલીટી શોમાં ભાગ લેવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સ્વામીએ ઓમે નચ બલિયેના મેકર્સને ફોન કરીને તેમને શોમાં સાઇન કરવા અંગે જણાવ્યું છે.

શો મેકર્સને સ્વામીએ નચ બલિયામાં ડાન્સ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. નચ બલિયે શો સેલિબ્રિટી કપલ્સ શો છે. જેમાં કપલ્સ ડાન્સ કરતા જોવા મળે છે. ત્યારે નચ બલિયેમાં સ્વામીને પણ ઠુમકા મારવાની ઇચ્છા થઇ છે. તેમણે નચ બલિયેના મેકર્સે કહ્યું છે કે તેઓએ કેમ તેમને આ શો માટે સાઇન ન કર્યા.

જોકે મેકર્સે સ્વામીને સમજાવ્યા હતા કે આ શોમાં તે તેમના જોડીદાર સાથે જ ભાગ લઇ શકે તેમ છે. પરંતુ જ્યાં સ્વામી ઓમ સલમાનથી ન માન્યતા તો પછી નચ બલિયેના મેકર્સથી કેવી રીતે માની શકે. સ્વામીએ મેકર્સને કહ્યું છે કે મારી પાસે બલિયે નથી તો શું થયું. હું ડાન્સ કરી શકું છું અને અન્યને હરાવી પણ શકું છું.

http://sambhaavnews.com/

You might also like