સ્વામીનું નવું ટ્વિટઃ મે અમેરિકાને 50 વર્ષ શીખવ્યું અર્થશાસ્ત્ર

નવી દિલ્હીઃ ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી રિઝર્વ બેંકના ગવર્નર રધુરામ રાજનના વણલથી તો નારાજ જ છે. ત્યારે સ્વામીએ વધુ એક ટવિટ કરીને વિવાદ કર્યો છે. સ્વામીએ ટ્વિટ કર્યું છે કે તેમણે લગભગ 50 વર્ષ સુધી અમેરીકનોને અર્થશાસ્ત્ર શીખવ્યું છે. સ્વામીએ જણાવ્યું છે કે અર્થશાસ્ત્ર ન જાણતા લોકો ભારતને નુકશાન પહોંચાડનાર ખતરનાક ઇરાદા વાળા વ્યક્તિની વિચારશરણી તેમને અલગ કરી દે છે. સ્વામીએ આ વાત તેમના એક અનુગામીના સવાલના જવાબમાં લખી હતી. તેણે આ વિષય પર નોબલ પુરસ્કાર સન્માનિક અર્થશાસ્ત્રી જોસફ સ્ટિગ્લિજના નિવેદન પર ટિપ્પણી આપવાનું કહ્યું હતું.
અમેરિકી અર્થશાસ્ત્રી સ્ટિગલિટ્જએ કહ્યું હતું કે ભારતે મુદ્રાસ્કીતિને લઇને વધારે પરેશાન થવાની જરૂર નથી. તેમણે આર્થિક વૃદ્ધિ પર વધારે ધ્યાન આપવું જોઇએ. સ્વામીએ પોતાના અનુગામીના જવાબમાં ટ્વિટ કરીને કહ્યું છે કે પોતાના વિચારો રજૂ કરવા માટે કોઇ અન્યના સમર્થનની કોઇ જ જરૂર નથી. જેમણે ટવિટર પર કહ્યું છે કે જીવનરેખા. મારે અન્ય કોઇના સહારાની કોઇ જ જરૂર નથી. તેની જરૂર અન્ય દેશદ્રોહી ભારતીઓને છે. મેં 50 વર્ષ સુધી અમેરિકાને અર્થશાસ્ત્ર શિખવ્યું છે.

You might also like