સ્વચ્છતામાં અમદાવાદ રહ્યું પાછળ, વડોદરા અને સુરત ટોપ ટેનમાં

અમદાવાદઃ મોદીના સ્વચ્છ ભારત મિશનના સર્વેક્ષણના પરિણામ સામે આવ્યા છે. સફાઇના મામલે અનેક શહેરોમાં મોટા પરિવર્તન જોવા મળ્યા છે. ત્યારે આ વખતે ઇન્દોર પહેલા નંબર પર અને ભોપાલ બીજા નંબર પર છે. જ્યારે ત્રીજા નંબર પર વિશાખાપટનમ શહેર છે. જ્યારે આ લિસ્ટમાં ગુજરાતના બે શહેરોનો સમાવેશ થયો છે. સુરત ચોથા સ્થાન પર છે. જ્યારે વડોદરા 10માં સ્થાન પર છે. જ્યારે ગત વર્ષે સફાઇના મામલે ટોપ પર રહેનાર મૈસૂર શહેર ચોથા નંબર છે. આ વખતે કુલ 434 શહેરોએ સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાગ લીધો હતો.

સફાઇ મામલે ટોપ 50 શહેરોમાં ગુજરાતના 12 મધ્યપ્રદેશના 11 શહેરો છે. જ્યારે આ લિસ્ટમાં મહારાષ્ટ્રના 3, તમિલનાડુના 4 શહેર છે. દિલ્હીનો એનડીએમસી વિસ્તાર પણ ટોપ પંદરમાં છે. જ્યારે દિલ્હીના બાકીના ત્રણ નગર નિગમો ટોપ 50માં જ નહીં. પરંતુ 100માં પણ સ્થાન પ્રાપ્ત કરી શક્યા નથી. યુપીનું પણ એક જ શહેર વારાણસી પણ આ લિસ્ટમાં ટોપ 15માં છે. બિહાર, રાજસ્થાન અને પંજાબનું એક પણ શહેર એટલું સ્વચ્છ ન હતું કે જેનો સમાવેશ ટોપ 15માં સ્થાન પ્રાપ્ત કરી શકે. હરિયાણાનું પણ એક પણ શહેર ટોપમાં સ્થાન પ્રાપ્ત કરી શક્યું નથી. સફાઇની બાબતમાં યૂપીનું ગોંડા શહેર સૌથી પાછળ છે. 434 શહેરોના સર્વેમાં સૌથી છેલ્લે સ્થાન પર ગોંડા શહેર આવ્યું છે.

http://sambhaavnews.com/

You might also like