સ્વચ્છ ભારત મિશનઃ હોટલ, કોલેજ, કૃષિબજારમાં કચરામાંથી ખાતર બનાવવાના પ્લાન્ટ સ્થપાશે

અમદાવાદ: ‘સ્વચ્છ ભારત મિશન’ હેઠળ કોર્પોરેશન દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ છે. નાગરિકોને સ્વચ્છતા માટે પ્રોત્સાહિત કરવા કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયની સ્વચ્છતા એપ સહિતના પગલાં તંત્ર લઇ રહ્યું છે. દરમિયાન સત્તાવાળાઓ આગામી દિવસોમાં મોટી હોટલ, કોલેજ, રેસ્ટોરાં, શાકભાજી બજાર અને કૃષિ બજાર વગેરેનું સર્વેક્ષણ હાથ ધરીને જ્યાં દૈનિક સો કિલો કરતાં વધારે કચરો ઉત્પન્ન થતો હોય ત્યાં કચરાનું સ્થળ ઉપર જ ખાતર બનાવવાના પ્લાન્ટની સ્થાપના કરશે.
મ્યુુનિ. આરોગ્ય વિભાગના વડા ડો.ભાવિન સોલંકી ‘સ્વચ્છ ભારત મિશન’ના કોર્પોરેશનના નોડલ ઓફિસરનો પણ હોદ્દો ધરાવે છે.

ડો.ભાવિન સોલંકી દર પખવાડિયે સફાઇ અને સ્વચ્છતા અંગે શહેરમાં સ્પે.થીમેટિક ડ્રાઇવનું આયોજન કરે છે. ‘સ્વચ્છ ભારત મિશન’ના આગામી કાર્યક્રમો અંગે તેઓ વધુમાં કહે છે કે, “જાન્યુઆરી ર૦૧૭થી શહેરભરમાં સ્વચ્છતા સર્વેક્ષણ કરાશે. જે અંતર્ગત ઘનકચરાનો સંગ્રહ, સફાઇ અને પરિવહન, ઘનકચરાની પ્રક્રિયા અને નિકાલ, ઇલર્નિંગ કોર્સ, ઓપન ડેફિકેશન ફ્રી ટોઇલેટ વગેરે બાબતોને આવરી લેતું સર્વેક્ષણ તંત્ર હાથ ધરીને તેને લગતો વિસ્તૃત રિપોર્ટ કેન્દ્રને મોકલશે.”

શહેરની શાળા-કોલેજો, છાત્રાલય, હોટલ-રેસ્ટોરાં, પાર્ટી પ્લોટ, શાકભાજી અને કૃષિ બજાર વગેરેની મુલાકાત લેવાશે. જ્યાં મોટા પ્રમાણમાં દરરોજ  ૧૦૦ કિલોથી વધુ કચરો ઉત્પન્ન થતો હશે તેની અલગ યાદી બનાવાશે તેમજ સ્થળ ઉપર જ ખાતર બનાવવાના પ્લાન્ટ સ્થાપવા આ તમામ સ્થળોના સંચાલકોને ફરજ પડાશે.
http://sambhaavnews.com/

You might also like