સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરમાં ૧૫ હજાર નવા ‘લિટર બીન’ મુકાશે

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ જાહેર માર્ગો અને જાહેર સ્થળો પર સ્વચ્છતાની જાળવણી થઈ શકે તે હેતુસર ૧૫ હજાર નંગ કચરાના ડબ્બા ખરીદશે. તંત્ર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આગામી જાન્યુઆરી મહિનામાં સ્વચ્છ સર્વેક્ષણ હાથ ધરશે. હેલ્થ વિભાગ દ્વારા સમગ્ર શહેરમાં સફાઈ કામદારો મારફતે રસ્તાની સફાઈ સહિતની કામગીરી દૈનિક ધોરણે હાથ ધરાય છે. તેમ છતાં શહેરના મુખ્ય માર્ગો, જાહેર સ્થળોએથી પસાર થતી વખતે અનેક નાગરિકો દ્વારા કચરો, પ્લાસ્ટિક, પાઉચ વગેરે ફેંકવામાં આવતા સફાઈનું ધોરણ જળવાતું નથી.

જેના કારણે અદાવાદ કોર્પોરેશન દેશના અન્ય મોટા મહાનગરોની જેમ જાહેર માર્ગો અને જાહેર સ્થળોએ કચરાના ડબ્બા (લિટર બીન) મૂકશે. એટલે નાગરિકો જાહેરમાર્ગ કે જાહેર સ્થળે કચરો ફેંકવાના બદલે લિટર બીનમાં કચરો ઠાલવશે. પરિણામે જાહેર માર્ગો અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જળવાઈ રહેશે.

કેન્દ્રના સ્વચ્છ ભારત મિશન હેઠળના સ્વચ્છ સર્વેક્ષણ સંદર્ભે કોર્પોરેશન ટૂંક સમયમાં સફાઈને લગતી જુદી જુદી વ્યવસ્થાઓને લગતો સર્વે કરશે. જે માટે તંત્ર ૧૫૦૦૦ નંગ લિટર બીન ખરીદવાનું હોઈ પ્રતિ નંગ રૂ.૩૯૪૦ કોન્ટ્રાક્ટરને ચૂકવાશે. સત્તાવાળાઓએ રૂ.૩૫,૪૬ લાખના ખર્ચથી ૯૦ લિટર ક્ષમતા ધરાવતા ૧૫ હજાર નંગ લિટર બીન ખરીદવાનાં ચક્ર ગતિમાન કર્યાં છે.

હાલ તો વાદળી અને સફેદ રંગના ૯૦ લિટરના ૯૦૦ નંગ લિટર બીનની તાકીદને ધોરણ ખરીદી કરીને જે તે ઝોનમાં ફાળવાશે તેમ જણાવતા સૂત્રો વધુમાં ઉમેરે છે, સ્વચ્છ ભારત મિશન હેઠળ તૈયાર કરાયેલા ડીટેલ પ્રોજેક્ટ િરપોર્ટ અનુસાર શહેરના મુખ્ય જાહેર માર્ગોની ફૂટપાથ અને જાહેર સ્થળોએ આ પ્રકારના લિટર બીન મૂકીને જાહેર માર્ગો અને જાહેર સ્થળોએ ગંદકી ફેલાવતા નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like