પેરિસ મોટર શોમાં દેખાશે ફેસલિફ્ટ એસ-ક્રોસ અને ઇગ્નિસ

અમદાવાદ : મારૂતી સુઝુકીએ પેરિસ મોટર શોનાં માટે પોતાની રેન્જની જાહેરાત કરી દીધી છે. કંપની આ ઓટોશોમાં કોમ્પેક્સ ક્રોસઓવર ઇગ્નિસન અને એસક્રોસનાં ફેસલિફ્ટ મોડલને ઉતારશે. તે ઉપરાંત વિટારા, જિમ્ની, બલેનો અને સર્વો (1977માં બનેલી ક્લાસિક કાર)ને પણ રજુ કરવામાં આવશે. પેરિસ મોટર શો 29 સપ્ટેમ્બરથી 19 ઓક્ટોબર સુધી ચાલશે.

ભારતમાં ઇગ્નિસનો કોન્સેપ્ટ ફેબ્રુઆરીમાં આયોજીત ઇન્ડિયન ઓટો એક્સપો -2016માં દેખાડ્યા હતા. ઇગ્નિસને તહેવારી સિઝનની આસપાસ લોન્ચ કરવામાં આવશે. જો કે એવી પણ ચર્ચા છે કે તેનાં લોન્ચિંગ નવા વર્ષ સુધી ટાળી દેવામાં આવી શકે છે. યૂરોપમાં ઇગ્લિનસ જાન્યુઆરી 2017થઈ વેચાણ માટે ઉપલબ્ધ હશે. વાત કરીએ એસ-ક્રોસ ફેસલિફ્ટની તો કંપનીએ તેની ફ્રંટ પ્રોફાઇલને ફરી વખત ડિઝાઇન કરી છે. તેમાં બે નવા બૂસ્ટરજેટ ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યા છે. તેમાં 1.0 લીટર અને બીજું 1.4 લીટરનુંએન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 1.6 લીટર વાળા એન્જિનું સ્થાન લેશે.

You might also like