પત્ની સાથે આડા સંબંધની શંકાથી ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું

અમદાવાદ: અમિરગઢ નજીકનાં ઢોલિયા ગામમાં ભત્રીજાએ સગા કાકાને મોતને ઘાટ ઉતારતા આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.

મળતી માહિતી પ્રમાણે આ બનાવની વિગત એવી છે કે, ઢોલિયા ગામે રહેતા રમેશભાઇ તેજાભાઇ ડાભી નામના ૩પ વર્ષના યુવાનની પત્ની અગાઉ ગુજરી ગઇ હતી અને તેઓ પોતાનાં બાળકો સાથે રહેતા હતા. તેની બાજુમાં સગો ભત્રીજો સુરેશ સાબુભાઇ ડાભી રહેતો હતો.

સુરેશને તેના કાકા રમેશ પર તેની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા હતી. આથી બંને કાકા-ભત્રીજા વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો.  બે દિવસ પહેલાં સાંજે આ જ મામલે ફરી કાકા-ભત્રીજા વચ્ચે જોરદાર ઝઘડો થતા ઉશ્કેરાયેલા ભત્રીજા સુરેશે તીક્ષણ હથિયારથી હુમલો કરી કાકાને ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી હતી.

હત્યા કર્યા બાદ સુરેશ નાસી છૂટ્યો હતો. આ ઘટનાના પગલે નાના એવા ઢોલિયા ગામમાં લોકોનાં ટોળાં એકત્ર થયા હતા અને ચકચાર જાગી હતી. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલીક પહોંચી જઇ લાશને પી.એમ. માટે મોકલી આપી હતી અને આ અંગે ખૂનનો ગુનો દાખલ કરી ફરાર આરોપીને પકડી પાડવા સઘન શોધખોળ શરૂ કરી હતી.

You might also like