‘મારું પરત થવું નિશ્ચિત નથી, હિંમત રાખજો, મારો મૃતદેહ મંગાવી લેજો’

નવી દિલ્હી/નકોદરઃ ડ્રગ્સની હેરાફેરીના આરોપમાં ઇન્ડોનેશિયામાં મોતની સજા મેળવનાર ભારતીય નાગરિક ગુરદીપ સિંહને બચાવવાના ભારત સરકારના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યાં છે. ઇન્ડોનેશિયા સરકારે માફીની તમામ અરજીઓને નકારી દીધી છે. ગુરદીપ સહિત 14 લોકોને 28 જુલાઇએ રાત્રે મોતની સજા આપવાની હતી.  જો કે ઇન્ડોનેશિયમાં ગુરૂવારની રાત્રે ચાર લોકોને મોતની સજા આપી દેવામાં આવી છે. મીડિયા રોપિર્ટમાં ઇન્ડોનેશિયાના ડેપ્યુટી એર્ટની જનરલ નૂર રામચંદ પાસેથી મળતી માહિતી મુજબ જે ચાર લોકોને મારવામાં આવ્યાં છે. તેમાંથી બે નાઇઝીરીયા, એખ સેનેગલ અને એક ઇન્ડિનેશિયાનો વ્યક્તિ છે. બાકી 10 લોકોની સજાની તારીખ અંગે કોઇ જ નિર્ણય લેવામાં આવ્યો નથી.

વિદેશ મંત્રી સુષ્મા સ્વારાજે ટવીટર પર કહ્યું હતું કે સજાને રોકવાના તમામ પ્રયાસો અમે કરી રહ્યાં છીએ. જલંધર નિવાસી 48 વર્ષિય ગુરદીપને ઇન્ડોનેશિયાના સુકર્ણો એરપોર્ટ પરથી 12 વર્ષ પહેલાં 2004માં 300 ગ્રામ હેરોઇન સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

વિદેશ મંત્રાલય માટે ગુરૂદીપ ઇન્ડોનેશિયાના સિલાકેપની જેલમાં છે. જ્યાં ભારતીય દૂતાવાસનો સ્ટાફ પણ હાજર છે. ભારતીય દૂતાવાસે ઇન્ડોનેશિયાના વિદેશ વિભાગ સાથે પણ આ મામલે સંપર્ક કર્યો છે.

ઇન્ડોનેશિયાની મીડિયા પ્રમાણે સિંહ સહિત 14 લોકોના મોતની સજા રોકવાની કોઇ જ શક્યતા નથી. કારણકે ઇન્ડોનેશિયાના એટોર્નિજનરલના ઓફિસે પુષ્ટિ કરી છે કે મોતની સજાની તમામ કાર્યવાહી પૂરી કરી દેવામાં આવી છે.

ગુરૂદીપ સિંહના ઘરે નકોદરમાં માતમનો માહોલ હતો. તેમની પત્ની કુલવિંદર કૌરની પાસે ઇન્ડોનેશિયાથી ફોન આવ્યો હતો. જેમાં ગુરદીપે જણાવ્યું હતું કે મારૂ પરત થવું નિશ્ચિત નથી, હિંમત રાખજો, મારો મૃતદેહ મંગાવી લેજો. જો કે હજી પરિજનોએ આશા છોડી નથી તેમને લાગે છે કે ગત સમયની જેમ આ વખતે પણ મોતની સજા ટળી જશે.

You might also like