Freedom 251: જાણો તિરંગામાં લપેટાયેલા ‘દેશભક્ત સ્માર્ટફોન’નું સસ્પેંસ?

નવી દિલ્હી: તિરંગામાં લપેટાયેલો સ્માર્ટફોન, તે પણ મેડ ઇન ચાઇના. જી હાં, પહેલી નજરમાં જે ‘ફ્રીડમ 251’ મોબાઇલ ફોને સૌથી સસ્તા સ્માર્ટફોને બજારમાં ક્રાંતિ લાવી દીધી છે, તેને લઇને સસ્પેંસ પણ વધુ છે. જોકે, ફોન બુકીંગના ચાર મહિના બાદ જ લોકોના હાથમાં આવશે. પરંતુ જે ખૂબીઓ અને સુવિધાઓ સાથે આ ફોન લોન્ચ કરવામાં આવ્યો, તેની કીંમત આશ્વર્ય પમાડે તેવી છે.

હકિકતમાં આ ફોનમાં જે ખૂબીઓ છે, તે સામાન્ય રીતે ચાર રૂપિયાના સ્માર્ટફોનમાં જ મળે છે. પરંતુ ફક્ત 241 રૂપિયામાં આ ફોનનું રહસ્ય શું છે, તેને લઇને ટેક્નોલોજી વિશેષજ્ઞથી માંડીને ગ્રાહકો પર હેરાન છે. સસ્પેંસ અને અનેક પ્રશ્નો વચ્ચે જે એડકોમ કંપનીએ તેને બનાવ્યો છે તેણે નામને ફોન પર જ છુપાવી દેવામાં આવ્યું છે.

ખરેખર આશ્વર્યમાં મુકી દેનાર વાત છે, પરંતુ આ સત્ય છે કે ફોનને કોણે બનાવ્યો છે, તેને છુપાવી દેવામાં અવ્યું છે. પત્રકારોને રિવ્યૂ કરવા માટે જે ફોન વહેંચવામાં આવ્યા તેના પર પણ સ્ટિકર લગાવી દેવામાં આવ્યા છે. જે ચાઇના કંપ્ની એડકોમનું નામ તેને બનાવવાને લઇને લેવામાં આવી રહ્યું છે, તેના જ માર્કેટિંગ મેનેજરે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે આ ફોનને તેમણે બનાવ્યો નથી અને તે પોતે તેની તપાસ કરી રહ્યાં છે કે તેમના નામનો ઉપયોગ કેવી રીતે થયો.

બીજી સસ્પેંસ એ છે કે એડકોમ નામની એક ભારતીય કંપની પણ 2013માં સામે આવી હતી. તેનું આખું નામ એડવાંટેઝ કંપ્યૂટર્સ ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેદ એટલે કે એડકોમ જ હતી અને તેણે 2013માં એડકોમ થંડર સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. પરંતુ હવે સસ્પેંસ એ છે કે હાલમાં રિગિંગ બેલ્સનું કોઇ મેન્યુફેક્ચરિંગ યૂનિટ છે કે નહી. તો એવામાં પ્રશ્ન એ પણ છે કે ફોન ગમે તેને બનાવ્યો હોય, પરંતુ તેમાં નક્કી ચીન માલ સામાન લગાવવામાં આવ્યો છે.

બીજો પ્રશ્ન ‘મેડ ઇન ચાઇના’ના માલને ભારતીય તિરંગાના આવરણમાં લપેટીને વેચવાની જરૂરિયાત પર છે. કારણ કે જો આ ચીનનો માલ છે તો તેને તેના જ નામથી કેમ વેચવામાં ન આવ્યો. આખરે કોણે અને કેમ આ તિરંગના રંગની જરૂરીયાત પડી અને તેને ભારતમાં જ બનાવવામાં આવશે તો ઇન્ડીયન સેલ્યુલર એસોસિએશનનું માનવું છે કે જ્યારે પ્રોડક્ટ પર સીધી સબસિડી મળતી નથી, તો આ આટલા ઓછા ભાવે કોઇ કેવી વેચી શકે.

સેલ્યૂલર એસોશિએશન તો ત્યાં સુધી કહી રહ્યું છે કે જો આવા ફોનને ઇ-કોમર્સ કે કોઇ બીજા પ્રકારની સબસિડી સેલ પર વેચવામાં આવે છે તો પણ તેની કીંમત 3,500થી 3,800 રૂપિયા થાય છે. તો પછી સવાલ એ છે કે 251 રૂપિયામાં ફોન વેચનાર કંપની અત્યારે ફોન કરી કરી છે પરંતુ શું તે ગ્રાહકોને ખરેખર ફોન પહોંચાડશે.

ગુરૂવારે જ ‘ફ્રીડમ 251’નું ઓનલાઇન વેચાણ શરૂ થઇ ગયું છે. સાઇટ પર વેચાણ શરૂ થયું તો દર સેકેન્ડે છ લાખ ઓર્ડર પણ આવ્યા અને તેના શરૂઆતના કલાકમાં જ સાઇટ ક્રેશ પણ થઇ ગઇ. બીજો સવાલ એ છે કે આટલા ઓર્ડરની ભરપાઇ કેવી રીતે થશે, તે પણ ત્યારે જ્યારે કંપનીનું કોઇ મેન્યુફેક્ચરિંગ યૂનિટ પણ નથી.

એવામાં પ્રશ્ન ઉદભવે છે કે શું ભારત સરકાર રિગિંગ બેલ્સને મદદ કરી રહી છે, કારણ કે બુધવારે નોઇડામાં જ્યારે ફોનનું લોન્ચિંગ થયું તો મુરલી મનોહર જોશી સહિત ઘણા નેતા હાજર હતા. પરંતુ પ્રશ્ન મદદનો નહી પરંતુ ક્વોલિટી અને ડિલિવરીનો પણ છે. વાત ત્યારે ગંભીર થઇ જાય છે જ્યારે મામલો તિરંગાની શાનનો હોય, જેને ફોનના બેકકવર પર લગાવીને ભારતીય હોવાની દુહાઇ આપવામાં આવી રહી છે અને ‘મેક ઇન ઇન્ડીયા’નો નારો બુલંદ થઇ રહ્યો છે.

You might also like