સ્કૂલના 9 બાળકોને કચડી જનાર ભાજપના નેતાએ કર્યું સરેન્ડર

બિહારના મુઝફ્ફરપુરમાં હિટ એન્ડ રન કરી ભાગી જનાર આરોપી ભાજપ નેતા મનોજ બૈઠાએ સરેન્ડર કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે મનોજ બૈઠાએ 9 સ્કૂલના બાળકોને પોતાની બોલેરા કાર નીચે કચડી કાઢ્યા હતા.

શનિવારે સીતામઢી અને મુજફ્ફરપુર વચ્ચે NH 77 પર અકસ્માત થયો હતો. જેમાં 9 સ્કૂલના બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 20 બાળકો ઘાયલ થયા હતા. ભાજપના નેતા પોતાની બોલેરો કારથી સીતામઢી આવી રહ્યા હતા.

ધરમપુર ગામમાં નેતાની બોલેરોએ એક મહિલા અને પુરૂષને ટક્કર મારી હતી. જેના આરોપમાં ફરાર થવાના ચક્કરમાં તેમની કાર શાળાની બિલ્ડિંગમાં ઘૂસી ગઈ હતી, અને તેના કારણે 9 બાળકોના મોત થયા હતા. બાળકોના મોતના કારણે શાળામાં શોકના માહોલ છવાઈ ગયો હતો.

આ ઘટના બાદ બિહાર સરકારે મૃતક બાળકોના પરિવારજનોને ચાર-ચાર લાખનું વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી. સ્થાનિક સાક્ષીના જણાવ્યા પ્રમાણે, બોલેરો ચાલક નશામાં હતો અને તેના કારણે તેણે કાબૂ ગુમાવ્યો હતો. સ્કૂલમાં પોલીસનો કાફલો પહોંચી ગયો હતો અને બાળકોના પરિવારજનો પણ પહોંચી ગયા હતા. પરિવારજનો બાળકોની લાશોને જોઈને પોક મૂકી રડવા લાગ્યા હતા.

You might also like