જમ્મુ-કશ્મીરમાં આતંકી હુમલાની કોશિશ નિષ્ફળ, શંકાસ્પદ મહિલા આતંકીની ધરપકડ

જમ્મુ-કશ્મીરઃ પોલીસે શંકાસ્પદ મહિલા આત્મઘાતી હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. આ મહિલા મોટો આતંકી હુમલો કરવાની કોશિશમાં હતી. જમ્મુ-કશ્મીર પોલીસનાં એડીજી મુનીર અહમદ ખાને આ અંગે જાણકારી આપી છે.

એડીજી મુનીર અહમદ ખાને જણાવ્યું કે અમને એવી માહિતી મળી છે કે એક મહિલા આત્મઘાતી હુમલાખોર ઘાટીમાં ઘણાં મોટા હુમલાને અંજામ આપવા માટે દાખલ થઇ હતી. આ સૂચના પર પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે.

શંકાસ્પદ મહિલાને મોડી રાત્રે આતંકવાદી હુમલો કરવાની શંકામાં જમ્મુ-કશ્મીરમાંથી ધરપકડ કરવામાં આવી. જો કે હાલમાં એની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પૂછપરછ બાદ જે પણ ખુલાસો થશે એની અંગે તપાસ કરવામાં આવશે.

આ છોકરી પુણેની રહેવાવાળી છે કે જે ફરીથી ISIS સાથે જોડાયેલ છે. તમને જણાવી દઇએ કે ખાનગી એજન્સીઓને એવી માહિતી મળી હતી કે કશ્મીરમાં ગણતંત્ર દિવસ પર આત્મઘાતી હુમલાખોર છોકરીઓ કોઇ મોટી આતંકી ઘટનાને અંજામ આપી શકે છે.

આ જ ઉદ્દેશ્યથી પુણેથી એક છોકરી કશ્મીર પહોંચી ગઇ હતી. જો કે બાદમાં સુરક્ષા એજન્સીઓને સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે તલાશી અભિયાન પણ હવે તેજ રીતે હાથ ધરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ખાનગી એજન્સીને જાણકારી મળી હતી કે પુણે મહારાષ્ટ્રનાં યરવડાની રહેનાર સાદિયા અનવર શેખ(18) ઘાટીમાં હાજર છે. ગણતંત્ર દિવસનાં રોજ સમારોહ સ્થળની નજીક અથવા ત્યાંથી બહાર તે જોરદાર બ્લાસ્ટ કરવાનાં પ્રયત્નમાં હતી.

You might also like