લંડનમાં મ્યુઝિક કોન્સર્ટમાં વિસ્ફોટ, 19ના મોત, 50 ઇજાગ્રસ્ત

લંડનઃ બ્રિટનના માન્ચેસ્ટર શહેરમાં એક મ્યુઝિક કોન્સર્ટ દરમ્યાન વિસ્ફોટ થયો છે. બ્રિટિશ પોલીસ પ્રમાણે વિસ્ફોટમાં 19 લોકોના મોત થયા છે. જ્યારે 50 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ તેને આતંકી હુમલો ગણાવી રહ્યાં છે. માન્ચેસ્ટર શહેરમાં નાકાબંદી કરી દેવામાં આવી છે. સાથે જ સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસાએ હુમલામાં મૃત્યુ પામેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી મોદીએ પણ ટવિટર પર હુમલા અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે હુમલાની નિંદા કરી છે.

વિસ્ફોટ બાદ માન્ચેસ્ટર પોલીસ તરફથી નિવેદન આપ્યું છે કે માન્ચેસ્ટર અરેનામાં વિસ્ફોટ બાદ ઇમરજન્સી સેવા સક્રિય કરી દેવામાં આવી છે. અનેક લોકોના મૃત્યુ થયા છે. જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. બ્રિટન મીડિયા તરફથી મળતી માહિતી મુજબ વિસ્ફોટમાં આત્મઘાતી હુમલાખોરનો હાથ છે. માન્ચેસ્ટર પોલીસને શહેરના કેથેડ્રલ ગાર્ડનમાં પણ એક નિષક્રિય બોમ્બ મળી આવ્યો છે. વિસ્ફોટ જાણીતા પોપ ગાયક ઇરિયાના ગ્રેડની કોન્સર્ટમાં થયો હતો. બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારને ખાલી કરવામાં આવ્યો છે. ગાડીઓની અવરજવર પર પણ રોક લગાવવામાં આવી છે. વિસ્ફોટ અરેનાની ટિકિટ બારી પાસે થયો હતો. વિસફ્ટો બાદ લોકો ચીસો પાડી રહ્યાં હતા અને ભાગી રહ્યાં હતા.

http://sambhaavnews.com/

You might also like