અનામતનાં ખપ્પરમાં હોમાયો વધારે એક પાટીદારનો જીવ

જેતપુર : જેતપુરનાં જેતલસરમાં આજે એક પ્રૌઢે વખ ઘોળ્યું હતું. તેની પાસેથી જય સરદાર જય પાટીદાર લખેલી ટોપી મળી આવી હતી. જેનાં પગલે આશંકા સેવાઇ રહી છે કે અનામત માટે આપઘાત કર્યો હોઇ શકે છે. અનામત માટે 3 દિવસમાં આત્મહત્યાનો આ સતત બીજો બનાવ છે. જેલસરનાં હેમંતભાઇ ભાદાભાઇ ઠુંમર નામનાં 52 વર્ષીય પ્રોઢે ઝેરી દવા ગટગટાવી હતી. જો કે તેની પાસેથી અંતિમ પત્ર મળ્યો હતો. જો કે તેનાં ટુકડા થઇ ગયેલા હતા. જેથી શઉં લખ્યું છે તે અંગેનું રહસ્ય ઘેરુ બન્યું છે. આસપાસમાંથી અંતિમ પત્રનાં ફાડી નાખેલા ટુકડાઓ મળી આવ્યા છે.

જેતલસરનાં એસપીએ જણાવ્યું કે એક પ્રોઢે આત્મહત્યા કરી છે. તેની પાસેથી જય સરદાર જય પાટીદાર લખેલી ટોપી મળી આવી છે. તેમની પાસેથી આત્મહત્યા અગાઉ લખેલા પત્રનાં ટુકડા મળી આવ્યા છે. જો કે હજી સુધી આપઘાત અંગેનું કારણ સ્પષ્ટ થઇ શક્યું નથી. પોલીસ હાલ આ અંગે તપાસ કરી રહી છે. ઘટનાં સ્થળની આસપાસનાં વિસ્તારોમાં સુસાઇડ નોટનાં વધારે ટુકડાઓની શોધખોળ કરવામાં આવી રહી છે. જો કે જેટલા ટુકડા મળ્યા છે તેમાં તો માત્ર જય સરદાર જય પાટીદાર લખેલું હોય તેવુ લાગી રહ્યું છે.

મોટી પાનેલીનાં પ્રકાશ શાણીની અનામત માટેનાં આપઘાત માટે આજે જેતલસરમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. તે જ સવારે હેમંત ઠુમરે પણ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ છે. હાલ તો મૃતદેહ ને પોસ્ટમોર્ટ માટે રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

હેમંત ઠુમ્મરનાં પરિવારે જણાવ્યું કે પરિવાર આર્થિક રીતે મધ્યમ છે. પરંતુ કોઇ દેવું કે અન્ય કોઇ પ્રકારની પીડા નહોતી. કોઇ તકલીફ નહી હોવા છતા પણ કેમ આત્મહત્યા કરી તે તપાસનો વિષય છે. જો કે તે સમાજ માટે ખુબ જ સંવેદનશીલ હોઇ અનામત માટે આપઘાત કર્યો હોય તેવું બની શકે. તેમની આત્મહત્યાનાં પત્રમાંથી પણ અનામત અને પાટીદાર જય સરદાર જેવા શબ્દો વાંચવા મળે છે જેનાં પરથી તેઓએ અનામત મુદ્દે જ આત્મહત્યા કરી હોય તેવું લાગી રહ્યું છે.

You might also like