આઈએસઆઈએસના વીડિયોમાં ભારતીય ડોક્ટર જોવા મળ્યો

નવી દિલ્હી: ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સિરિયા (આઈએસઆઈએસ)એ એક વીડિયો જારી કર્યો છે, જેમાં એક ભારતીય ડોકટર જોવા મળી રહ્યો છે. ભારતીય તપાસ એજન્સી આ વીડિયોમાં જોવા મળતા આ શખસની જાણકારી મેળવવામાં વ્યસ્ત થઈ ગઈ છે. આ વીડિયો ઈસ્લામિક હેલ્થ સર્વિસના નામથી જારી કર્યો છે તેમાં હોસ્પિટલમાં અબુ અલ મુકાતિલ નામનો ડોકટર વિશ્વના અન્ય ડોકટરોને આઈએસઆઈએસ માટે આમંત્રણ આપી રહ્યો છે.

આ વીડિયોમાં ઈસ્લામિક સ્ટેટમાં બનેલા અેક હેલ્થ સર્વિસને દર્શાવવામાં આવ્યું છે, જેમાં ઓસ્ટ્રેલિયાથી જાણીતો બનેલો એક ડોકટર બગદાદીને તેની સેવા આપવા સિરિયા પહોંચી ગયો છે. ત્યાં એક ભારતીય પણ હાજર છે. જેનેઆ વીડિયોમાં કોડ નામ અબુ અલ મુકાતિલ આપ્યુ છે. ભારતથી ઈસ્લામિક સ્ટેટ પહોંચેલો આ શખસ વીડિયોમાં બગદાદીના ગઢમાં બનેલા હેલ્થ સેન્ટર અંગે માત્ર જણાવી જ રહ્યો નથી, પરંતુ દુનિયાના મેડિકલની જાણકારી રાખનારા અને ડોકટરોને ઈસ્લામિક સ્ટેટમાં તેની સેવાઓ આપવા આમંત્રિત પણ કરી રહ્યો છે.

આ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે ફિઝિયોથેરાપીનો એક સુંદર ઉપાય છે. જે દરેક હોસ્પિટલની જરૂરિયાત છે. અમારી પાસે અનેક સ્ટાફ છે. ફિઝિયોથેરાપી ડોકટર અનેક દેશોમાંથી અહીં આવ્યા છે. અમારી પાસે રશિયા, શામ (સિરિયા), ઓસ્ટ્રેલિયા, ટયૂનિશિયા જેવા અનેક દેશના ડોકટરો છે. અમારી પાસે મહિલા ફિઝિયોથેરાપી ડોકટર પણ છે. જે મ‌િહલાઓ અને બાળકોની સારવાર કરે છે. અમે રોજ ૪૦ દર્દીની સારવાર કરવાની શરૂઆત કરી હતી અને આજે દરરોજ ૪૦૦ લોકોની સારવાર કરી રહ્યા છીએ.

આ વીડિયો અંગે તપાસ એજન્સીનું કહેવું છે કે આ વીડિયોમાં જોવા મળતો ભારતીય તબીબ દક્ષિણ ભારતનો રહીશ છે અને તે આઈએસની ભરતી સેલનો વડો છે. તે અનેક નામથી પ્રોપેગેંડા વીડિયો બનાવી ભારત સહિત અનેક દેશોના યુવાનોને બગદાદીની સેનામાં ભરતી કરાવી ચૂકયો છે.

You might also like