લખનઉમાં ATSનું ઓપરેશન પૂર્ણ, 11 કલાકની જહેમત બાદ ISIS આતંકી સૈફુલ્લા ઠાર

લખનઉઃ યૂપીમાં લખનઉમાં આતંકીઓ વિરૂદ્ધ ચાલી રહેલ ATS ઓપરેશન પૂર્ણ થઇ ગયું છે. UP ATS દ્વારા ISIS આંતકી સૈફુલ્લાહને મારી નાખવામાં આવ્યો છે. EDG લો એન્ડ ઓર્ડર દલજીત ચૌધરીએ આ વાતની પુષ્ટી કરી છે. પોલીસ પ્રમાણે આતંકીને જીવતો પકડવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં હતા. ATSના IGએ જણાવ્યું છે કે પહેલાં કેમેરામાં જોતા એવું લાગ્યું કે અહીં બે આતંકી છૂપાયેલા હતા. પરંતુ અંદર એક જ આતંકી છૂપાયેલો હતો. પોલીસ હવે ઘરમાં શોધખોળ કરી રહી છે.

UP ATS પ્રમાણે આતંકી સૈફુલ્લાહ ISISના ખુરાસન મોડ્યુલનો સભ્ય છે. તમને જણાવી દઇએ કે ઠાકુરગંજ વિસ્તારમાં એક ઘરમાં આતંકી છુપાયો હોવાની માહિતી મળતા ખળભળાટ વ્યાપ્યો હતો. UP ATS છેલ્લાં 11 કલાકથી આતંકિયો વિરૂદ્ધ ઓપરેશન છલાવી રહ્યાં હતા. પહેલાં એવા સમાચાર પ્રાપ્ત થયા હતા કે એક આતંકી લખનઉના ઠાકુરગંજમાં ગાજી કોલોનીના એક ઘરમાં હાજર છે. આ આતંકીના તાર ભોપાલ-ઉજ્જૈન પેસેજર ટ્રેન સાથે જોડાયેલા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. આતંકીનું સૈફુલ્લાહ જણાવવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ એવા સમાચાર આવ્યાં છે કે તેને મારી નાંખવામાં આવ્યો છે.

લખનઉમાં ATS અને આતંકી વચ્ચે થયેલા ધર્ષણને પગલે ભારત-નેપાળની સીમા પર એસએસબીએ એલર્ટ જાહેર કર્યું છે. નેપાળથી ભારત આવાનારા સમામ લોકોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.આ ઉપરાંત બોર્ડર પર સીસીટીવી કેમેરાની મદદથી નજર રાખવામાં આવી રહી છે.

http://sambhaavnews.com/

 

You might also like