સરતાજ અને સુષ્માં વચ્ચે ચાય પે ચર્ચા : પાકે. દરેક મુદ્દે ચર્ચા માટે દર્શાવી તૈયારી

પોખરા : નેપાળમાં પોખરા ખાતે આોજીત સાર્ક દેશો વિદેશી મંત્રીઓનાં સંમેલનમાં નવાઝ શરીફનાં ફોરેન અફેયર્સ એડવાઇજર સરતાજ અઝીઝ સુષ્મા સ્વરાજને મળ્યા હતા. બંન્ને નેતાઓ વચ્ચે લગભગ 40 મિનિટ સુધી ચર્ચા ચાલી હતી. મુલાકાતમાં બંન્ને નેતાઓ વચ્ચે પઠાણકોટ હૂમલા અંગે ચર્ચા થઇ હતી. જેમાં હૂમલાની વધારે તપાસ માટે પાકિસ્તાનની ઇન્વેસ્ટિગેશન ટીમ 27મી માર્ચે ભારત આવશે તેવો નિર્ણય લેવાયો હતો.
સરતાજ અઝીઝે નરેન્દ્ર મોદીને સાર્ક સમિટમાં પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં સાર્ક સમિટ ઇસ્લામાબાદમાં યોજાશે. મોદી પણ આ સમિટમાં જોડાય તેવી શક્યતાઓ છે.

દક્ષિણ એશિયન દેશો ક્ષેત્રીય સહયોગ સંગઠન (દક્ષેશ) દેશોનાં વિદેશી મંત્રી સ્તરની બેઠકોમાં લાભ લેવા માટે અહીં આવેલા વિદેશ મંત્રી સુષ્માં સ્વરાજે આજે સાંતે યોજાનારી દ્વિપક્ષીય મંત્રણાની પહેલા પાકિસ્તાની વડાપ્રધાનનાં વિદેશ મુદ્દાનાં સલાહકાર સરતાજ અજીજ સાથે નાસ્તા પર મુલાકાત કરી હતી. સ્વરાજે ચાય પે ચર્ચા કરી હતી. સવારે નાસ્તાનાં સમયે મુલાકાય યોજી હતી. સ્વરાજે નાસ્તા પર અજીજની સાથે બેસીને ચર્ચા કરી હતી. બંન્ને પક્ષોને સાંજે યોજાનારી બેઠક સાથે સકારાત્મક પરિણામો આવવાની આશા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનનાં વડાપ્રધાન નવાઝ શરીફનાં વિદેશી મુદ્દાનાં સલાહકાર સરતાજ અજીજે કહ્યું હતું કે ભારતનાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ જે મુદ્દે વાતચીત કરશે તે મુદ્દે તેઓ ચર્ચા કરવા માટે તૈયાર છે. અજીજે અહીં પત્રકારોને કહ્યું હતું કે સ્વરાજ, જે મુદ્દે પણ વાત કરવા ઇચ્છશે તેઓ તે મુદ્દે વાતચીત કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય તો દક્ષેશ શિખર સંમેલનનાં માટે આમંત્રણ આપવાનું છે, પરંતુ જો સ્વરાજ ઇચ્છે તો તેમને કોઇ પણ મુદ્દે વાતચીત કરી શકે છે.

અજીજે જ્યારે પુછ્યું કે શું તે બંન્નેની વચ્ચે ભારતમાં પઠાણકોટ ખાતે વાયુસેનાનાં મથક પર થયેલા આતંકવાદી હૂમલા અંગે ચર્ચા થશે તો અજીજે કોઇ પણ ટીપ્પણી નહોતી કરી અને કહ્યું કે આ મુદ્દાની તપાસ કરી રહેલા પાકિસ્તાનનું વિશેષ દળ ટુંકમાં જ તપાસ માટે ભારત આવશે. પઠાણ કોટ હૂમલા બાદ જ ભારત અને પાકિસ્તાનની વચ્ચે યોજાનારી વિદેશી સચિવ સ્તરની વાતચીત અટકાવી દેવામાં આવી હતી. ત્યારથી બંન્ને દેશોનાં વિદેશ સચિવોની વચ્ચે કોઇ સીધી મુલાકાત નહોતી થઇ.

નેપાળમાં બંન્ને વચ્ચે અત્યાર સુધી ત્રણ મુલાકાતો થઇ ચુકી છે પરંતુ તેમ છતા પણ વિદેશ સચિવ સ્તરની વાતચીતનાં પાટા પર આવેલા સંબંધો અંગે કોઇ નવી સંભાવનાઓ બની રહી હોય તેવું નથી લાગી રહ્યું.

You might also like