નથી થયું બ્રેકઅપ, સુષ્મિતા સેન-રિતીક પાર્ટીમાં સાથે અને ખુશ જોવા મળ્યા

સુષ્મિતા સેનની લવ લાઈફ ફરીથી ચર્ચામાં છે, કારણ કે તે ફરીથી પોતાના બૉયફ્રેન્ડ રિતીક ભસીન સાથે જોવા મળી છે. એક પાર્ટીમાં સુષ્મિતા સેન અને રિતીક
એકબીજા સાથે ખૂબ કમ્ફર્ટેબલ જોવા મળ્યા હતા.

થોડા દિવસ પહેલા જ એવા સમાચાર આવ્યા હતા કે, સુષ્મિતા સેનનું તેના બૉયફ્રેન્ડ રિતીક સાથે બ્રેકઅપ થઈ ગયું છે. બંને જણાએ ચાર વર્ષની રિલેશનશીપ તોડી દીધી હોવાના સમાચાર મળી રહ્યા હતા, એવામાં બંને પાર્ટીમાં સાથે અને ખુશ જોવા મળ્યા હતા.

આ પાર્ટીમાં જોયા બાદ લાગી રહ્યું છે કે બંને વચ્ચે બ્રેકઅપ થયું નથી. રિતીક ભસીન કેટલાક નાઈટ્સકલબના માલિક છે અને તે સુષ્મિતાથી ઉંમરમાં પણ નાનો છે. બોલિવૂડમાં અર્જુન કપૂરથી લઈને અભિષેક કપૂર સુધી રિતીકના મિત્રો છે.

ઉલ્લેખનીય છે કે સુષ્મિતા સેનનું નામ પહેલા પણ વિક્રમ ભટ્ટ, રણદીપ હુડા અને બંટી સચદેવ જેવા સ્ટાર્સ સાથે પણ જોડાઈ ચૂક્યુ છે. જો કે આ લોકો સાથે સુષ્મિતાનો સંબંધ લાંબો ચાલ્યો નથી.

You might also like