લીબિયામાં રહેતા ભારતીયોને સુષમા સ્વરાજની અપીલ, ત્રિપોલી છોડો નહીં તો વાપસીમાં થશે મુશ્કેલી

લીબિયામાં હાલ હિંસક અથડામણ ચાલી રહી છે ત્યારે લીબિયામાં રહેતા ભારતીયોને સુષમા સ્વરાજે અપીલ કરી છે કે, ત્રિપોલીમાંથી તુરંત જ નીકળી જાઓ ત્યાર બાદ નહી બચાવી શકીએ. સુષમા સ્વરાજે ટવિટ કરીને કહ્યું કે, લીબિયાથી મોટા પ્રમાણમાં લોકોના જવા અને યાત્રા પ્રતિબંધ બાદ પણ ત્રિપોલીમાં 500થી વધારે ભારતીય નાગરિકો છે.

ત્રિપોલીસમાં પરિસ્થિતી ઝડપથી બગડી રહી છે. હાલમાં ઉડ્યનોનું સંચાલન થઇ રહ્યું છે. સુષમા સ્વરાજે પોતાનાં ટવિટર માધ્યમથી કહ્યું કે, કૃપા તમારા સંબંધીઓ અને મિત્રોને તુરંત જ ત્રિપોલી છોડવા માટે કહો. લીબિયામં સ્થાનિક હુમલા બાદ તેમને ત્યાંથી કાઢવા શક્ય નહી બને.

તમને જણાવી દઇએ કે, લીબિયાની રાજધાની ત્રિપોલીમાં સત્તા મેળવવા માટે બે પક્ષો વચ્ચે ખૂની અથડામણ ચાલી રહી છે. જેમાં અત્યાર સુધી 205 લોકોના મોત થઇ ચૂક્યા છે અને હવે આ હિંસા ગૃહયુદ્ધમાં ફેરવાય તેવી આશંકા છે.

સંયુક્ત રાષ્ટ્ર સમર્થીત વડાપ્રધાન ફાયેઝ અલ સરાઝને સત્તાથી બેદખલ કરવા માટે લીબિયન સેનાના કમાન્ડર ખલીફા હફ્તારના સૈનિકોએ હુમલો કર્યો હતો. જેના પછી હિંસા ફાટી નીકળી અને છેલ્લા બે અઠવાડીયાથી હિંસામાં ત્રિપોલીમાં 200થી વધારે લોકો ઠાર મરાઇ ચુક્યા છે અને હજી પણ પરિસ્થિતી વણસવાની સ્થિતી સર્જાઇ શકે છે…

You might also like