એમ્સમાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું સફળ કિડની ટ્રાંસપ્લાંટ

નવી દિલ્હી : ગત્ત કેટલાક દિવસોથી હોસ્પિટલમાં ભર્તી વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનું શનિવારે કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપુર્વક કરવામાં આવ્યું. એમ્સનાં સુત્રો અનુસાર સુષ્મા સ્વરાજની સર્જરી લગભગ 5 કલાક સુધી ચાલી હતી. જાણકારી અનુસાર સુષ્મા સ્વરાજને કિડની આપનાર વ્યક્તિ તેમનો સંબંધી નથી.

આ ટ્રાન્સપ્લાંટમાં એમ્સનાં નિર્દેશક એમસી મિશ્રા, વીકે બંસલ અને સંદીપ અગ્રવાલ સહિત દેશનાં કેટલાક પ્રખ્યાત સર્જનો હતા. હોસ્પિટલનાં અધિકારીઓનાં અનુસાર તેના માટે અધિકારીક સ્વીકૃતી લઇ લેવામાં આવી છે. સર્જરી શનિવારે 9 વાગ્યે ચાલુ થઇને બપોરે 2.30 વાગ્યા સુધી ચાલી હતી. ત્યાર બાદ વિદેશમંત્રીને આઇસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

અગાઉ ડોક્ટર્સનું કહેવું હતું કે પ્રત્યારોપણ પહેલા કરવામાં આવનારી તમામ મેડિકલ પ્રક્રિયાઓ જેમ કે ક્રોસમેચ અને કેટલાક પ્રકારનાં બ્લડ ટેસ્ટ સહિતની પ્રક્રિયા પતાવી દેવામાં આવી હતી અને કિડની આપનાર અને લેનાર બંન્નેને ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા માટે સ્વસ્થય હતા. સુષ્માના સ્વાસ્થય પર નજર રાખવા માટે સર્જનો ઉપરાંત અન્ય વિભાગોનાં ડોક્ટરનું દળ પણ રચવામાં આવ્યું હતું. કારણ કે સુષ્મા સ્વરાજ ડાયાબિટીસથી પણ પીડિત છે.

You might also like