સુષ્મા સ્વરાજ પાકિસ્તાનની મુલાકાતે આઠ ડિસેમ્બરે જશે

નવી દિલ્હી: વિદેશ પ્રધાન સુષ્મા સ્વરજા આઠમી ડિસેમ્બરના દિવસે ઇસ્લામાબાદમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જનાર છે. સુષ્મા સ્વરાજ હાર્ટ ઓફ એશિયા સિક્યુરિટી કોન્ફરન્સમાં ભાગ લેશે. તેમની સાથે વિદેશ સચિવ એસ જયશંકર પણ ભાગ લેવા માટે  પહોંચનાર છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે બન્ને દેશો વચ્ચે આ પ્રથમ મહત્વપૂર્ણ બેઠક છે. આ વર્ષે જુલાઇમાં ઉફામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ મળ્યાહતા. સુષ્મા સ્વરાજ આ યાત્રા દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને પણ મળે તેવી શક્યતા છે. કોન્ફરન્સના ભાગરૃપે તેઓ નવાઝ શરીફના સલાહકાર તરતાજ અજીજને પણ મળી શકે છે.

માહિતીગાર સૂત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે આગામી દિવસે સાંજે સુષ્મા સ્વરાજ ભારત પરત ફરશે. તેમની યાત્રા ૨૪ કલાકથી વધુ સમયની રહેશે. સૂત્રોએ કહ્યુ છે કે આ બેઠક એવા સમય પર યોજીઇ રહી છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તંગ બની ચુક્યા છે. તેમની વચ્ચે વાતચીત થઇ રહી નથી. હાલમાં મોદી અને નવાઝ શરીફ મળ્યા હતા પરંતુ તેમની વચ્ચે શું વાતચીત થઇ તે અંગે માહિતી જાહેર કરાઇ ન હતી. વિશ્વના દેશો બન્ને દેશોને વાતચીત શરૂ કરવા માટે હાલમાં દબાણ લાવી રહ્યા છે.ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ શ્રેણીને લઇને ચર્ચા ચાલી રહી છે ત્યારે આ વાતચીત પણ ઉપયોગી રહી શકે છે. જો કે મોદી સરકાર હાલમાં બન્ને દેશો વચ્ચે ક્રિકેટ શ્રેણીને મંજૂરી નહી આપે તેવા સંકેત મળી રહ્યા છે.

You might also like