સુષમાની કડક ચેતવણી બાદ એમેઝોને વેબસાઈટમાંથી તિરંગા ડોરમેટ હટાવ્યો

નવી દિલ્હી:  વિદેશ પ્રધાન સુષમા સ્વરાજની સખત ચેતવણી બાદ કેનેડામાં એમેઝોનની સાઈટ પર ભારતીય તિરંગાવાળા ડોરમેટનાં વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. એમેઝોનની સાઈટ પર તિરંગાના રૂપમાં ડોરમેટ વેચવાની ઘટના પર વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ ખૂબ જ ગુસ્સે ભરાયાં હતાં અને તેમને એમેઝોન કેનેડાને તરત જ તેનું વેચાણ રોકવા અને કોઈપણ શરત વગર માફી માગવાનું કહ્યું હતું. ત્યારબાદ એમેઝોને ખૂબ જ જલ્દી વેબસાઈટ પરથી તિરંગાવાળો ડોરમેટ હટાવી દીધો છે.

સુષમાઅે ટ્વિટ કરીને કહ્યું હતું કે એમેઝોન તરત જ તિરંગાનું અપમાન કરનાર તમામ ઉત્પાદનોને હટાવી દે. સુષમાઅે ટ્વિટમાં કહ્યું કે જો તાત્કાલિક અામ નહીં કરાય તો અમે અેમેઝોનના કોઈપણ અધિકારીને વિઝા નહીં અાપીઅે. પહેલાં જારી કરાયેલા વિઝા પણ રોકી દેવામાં અાવશે.

અતુલ ભોબે નામની વ્યક્તિઅે સુષમાને ટ્વિટ કરીને કેનેડામાં વેચાઈ રહેલા અા ડોરમેટ અંગે જાણકારી અાપી હતી. વિદેશ પ્રધાને તરત જ અા અંગે કાર્યવાહી કરવાનો અાગ્રહ કર્યો હતો. સુષમાઅે ટ્વિટ કરીને અાને અસ્વીકાર્ય ગણાવતાં કહ્યું હતું કે કેનેડામાં ભારતીય હાઈ કમિશન અા અંગે તરત જ એમેઝોન કેનેડાના ટોચના અધિકારીઅો સાથે વાત કરે અને તાત્કાલિક ધોરણે અોરમેટનું વેચાણ બંધ કરે.

You might also like