નોઇડામાં નાઇજિરિયન વિદ્યાર્થીઓ પર હુમલાઃ સુષમાએ રિપોર્ટ માગ્યો

નોઇડા: કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે નોઇડામાં આફ્રિકન મૂળના વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા અંગે ઉત્તર પ્રદેશ સરકાર પાસે રિપોર્ટ માગ્યો છે. તેમણે આ હુમલાને ગંભીરતાથી લીધો છે. સુષમાએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે મેં ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી નોઇડામાં નાઇજિરિયાના વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા અંગે સંપૂર્ણ રિપોર્ટ માગ્યો છે.

આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. નોઇડામાં ધો.૧રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મનીષ ખારીના મૃત્યુના મામલે સ્થિતિ વણસતી નજરે પડે છે. આ વિદ્યાર્થીના મોતમાં નાઇજિરિયન વિદ્યાર્થીઓનો હાથ હોવાનું બહાર આવતાં શહેરના કેટલાક લોકોનો આક્રોશ ભડકી ઊઠ્યો છે. આ લોકોએ પાંચ અલગ અલગ સ્થળોએ નાઇજિરિયાના ‌વિદ્યાર્થીઓની સખત મારપીટ કરી હતી અને તેમની ગાડીઓમાં તોડફોડ કરી હતી. પોલીસે લાઠીચાર્જ કરીને બેકાબૂ ટોળાને વિખેરી નાખ્યાં હતાં. આ અગાઉ વિદ્યાર્થી મનીષ ખારીના મોતને લઇને સોમવારે સાંજે યોજવામાં આવેલ કેન્ડલ માર્ચ દરમિયાન લોકો વિફર્યા હતા અને પરીચોક પાસેથી પસાર થઇ રહેલા નાઇજિરિયાના ત્રણ યુવાનોને ફટકાર્યા હતા અને તેમની કારમાં તોડફોડ કરી હતી.

You might also like