Categories: India

‘પાકિસ્તાની પત્ની’ માટે સુષમા સ્વરાજે દરિયાદિલી દાખવી

નવી દિલ્હી: દુબઈમાં રહેનારા એક ભારતીય નાગરિકે પોતાના પુત્રના ઇલાજ માટે પાકિસ્તાની પત્નીને મુંબઈનો વિઝા મેળવવામાં થઈ રહેલી પરેશાની ટ્વિટ કરીને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને જણાવી. ગઈકાલે સુષમાઅે સમગ્ર બાબતને ગંભીરતાથી લેતા અા િવષયની સંપૂર્ણ જાણકારી અાપી અને મદદનો ભરોસો અાપ્યો.

દુબઈમાં રહેતા ભારતીય નાગરિક યાસિને ૨૬ અોક્ટોબરે ટ્વિટ કરીને સુષમાને જણાવ્યું કે તે અેક ભારતીય નાગરિક છે અને પુત્રના મુંબઈમાં ઇલાજ માટે તેની પાકિસ્તાની પત્નીને મેડિકલ અેટેન્શન વિઝાની જરૂર છે.

યાસિને જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનામાં તેને પોતાની પત્નીને મુંબઈ અાવવા માટે વિઝા મેળવવા અાવેદન કર્યું હતું. ટ્વિટનો જવાબ અાપતાં સુષમાઅે યાસિનને કહ્યું કે તમે તમારી પાકિસ્તાની પત્ની માટે વિઝાની અરજી ક્યાં કરી છે મહેરબાની કરીને મુંબઈમાં તમારા બાળકના ઉપચારની વિગતો અાપો.

અા ઉપરાંત વિદેશ પ્રધાને એક અન્ય વ્યક્તિને પણ મદદનું અાશ્વાસન અાપ્યું જેને યુક્રેનનો વિઝા મેળવવા માટે તેમની મદદ માગી હતી. નામુદ્રી વૈંકટરાવ નામની અા વ્યક્તિ યુક્રેનની હોસ્પિટલમાં છેલ્લા ૧૦ દિવસથી ભરતી પોતાના પુત્રની દેખભાળ માટે ત્યાં જવા ઇચ્છે છે. સુષમાઅે વૈંકટરાવના ટ્વિટના જવાબમાં કહ્યું કે તેમના કાર્યાલય તરફથી ખૂબ જ જલદી રાવનો સંપર્ક કરવામાં અાવશે.

divyesh

Recent Posts

જમીનના કેસમાં ચેડાં કરી બેંચ ક્લાર્કે બોગસ નોટિસ ઇશ્યૂ કરી

શહેરની મીરજાપુર ખાતે આવેલા ગ્રામ્ય કોર્ટમાં ચાલતા દીવાની દાવાના એક કેસમાં કોર્ટમાં થતી રોજ કામના શેડ્યૂલમાં ખોટો રેકોર્ડ ઊભાે કરીને…

58 mins ago

કોંગ્રેસના વધુ છ બેઠકના ઉમેદવાર આજે જાહેર થવાની શક્યતા

કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા રાજ્યમાં લોકસભાની ર૬ બેઠક પૈકી ગત તા.૮ માર્ચે ચાર બેઠકના ઉમેદવારનાં નામની સત્તાવાર જાહેરાત કરાઇ હતી. ત્યાર…

1 hour ago

ગાંધીનગર : અમિત શાહ ઈન, લાલકૃષ્ણ અડવાણી આઉટ

ભાજપના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણીની ગાંધીનગરની બેઠક પરથી અમિત શાહને ચૂંટણી જંગમાં ઉતારીને ભાજપે એક કાંકરે અનેક પક્ષી મારવાનો નિર્ણય…

1 hour ago

ભાજપને શિખર ઉપર પહોંચાડનારા અડવાણીનો રાજકીય ‘સૂર્યાસ્ત’

અમદાવાદ: ભાજપે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનું નામ જાહેર કરતા એક તરફ ગુજરાત ભાજપમાં ઉત્સાહનું…

2 hours ago

પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડશે: ભાજપે પહેલી યાદીમાં યુપીના છ સાંસદનાં નામ કાપ્યાં

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ધૂળેટીની સાંજે લોકસભા ચૂંટણીના ઉમેદવારોની પહેલી યાદીમાં ઉત્તરપ્રદેશના ૨૮ ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ભાજપે યુપીના…

2 hours ago

એર સ્ટ્રાઇકમાં 300 લોકો માર્યા ગયા હોય તો સરકાર પુરાવા આપેઃ સામ પિત્રોડા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નિકટના મનાતા અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના વડા સામ પિત્રોડાએ પુલવામા હુમલા અને ત્યાર બાદના એર સ્ટ્રાઇકને…

2 hours ago