‘પાકિસ્તાની પત્ની’ માટે સુષમા સ્વરાજે દરિયાદિલી દાખવી

નવી દિલ્હી: દુબઈમાં રહેનારા એક ભારતીય નાગરિકે પોતાના પુત્રના ઇલાજ માટે પાકિસ્તાની પત્નીને મુંબઈનો વિઝા મેળવવામાં થઈ રહેલી પરેશાની ટ્વિટ કરીને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને જણાવી. ગઈકાલે સુષમાઅે સમગ્ર બાબતને ગંભીરતાથી લેતા અા િવષયની સંપૂર્ણ જાણકારી અાપી અને મદદનો ભરોસો અાપ્યો.

દુબઈમાં રહેતા ભારતીય નાગરિક યાસિને ૨૬ અોક્ટોબરે ટ્વિટ કરીને સુષમાને જણાવ્યું કે તે અેક ભારતીય નાગરિક છે અને પુત્રના મુંબઈમાં ઇલાજ માટે તેની પાકિસ્તાની પત્નીને મેડિકલ અેટેન્શન વિઝાની જરૂર છે.

યાસિને જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનામાં તેને પોતાની પત્નીને મુંબઈ અાવવા માટે વિઝા મેળવવા અાવેદન કર્યું હતું. ટ્વિટનો જવાબ અાપતાં સુષમાઅે યાસિનને કહ્યું કે તમે તમારી પાકિસ્તાની પત્ની માટે વિઝાની અરજી ક્યાં કરી છે મહેરબાની કરીને મુંબઈમાં તમારા બાળકના ઉપચારની વિગતો અાપો.

અા ઉપરાંત વિદેશ પ્રધાને એક અન્ય વ્યક્તિને પણ મદદનું અાશ્વાસન અાપ્યું જેને યુક્રેનનો વિઝા મેળવવા માટે તેમની મદદ માગી હતી. નામુદ્રી વૈંકટરાવ નામની અા વ્યક્તિ યુક્રેનની હોસ્પિટલમાં છેલ્લા ૧૦ દિવસથી ભરતી પોતાના પુત્રની દેખભાળ માટે ત્યાં જવા ઇચ્છે છે. સુષમાઅે વૈંકટરાવના ટ્વિટના જવાબમાં કહ્યું કે તેમના કાર્યાલય તરફથી ખૂબ જ જલદી રાવનો સંપર્ક કરવામાં અાવશે.

You might also like