દક્ષિણ અાફ્રિકાની ‘વહુ’ને ભારત લાવવા કામે લાગ્યાં સુષમા સ્વરાજ

નવી દિલ્હી: વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અન્ય દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોની મદદ કરવા માટે જાણીતા છે. શુક્રવારે તેમને એક પરિણીત કપલની લગભગ 10 મહિનાની રાહ પૂરી કરીને ‘વહુને ભારત પરત લાવવાનો ભરોસો અપાયો છે.’ સંતોષ અાચારી વ્યવસાયે એક બિઝનેસમેન છે. 10 મહિના પહેલાં તેમનાં લગ્ન દક્ષિણ અાફ્રિકાના જ્હોનિસબર્ગની મોનિકા લિઝા સાથે થયાં હતાં. લગભગ ચાર મહિના પહેલા સંતોષ મોનિકાને ભારત પોતાના પરિવાર પાસે લાવવા ઇચ્છતા હતા. પરંતુ વિઝા મળવામાં સમસ્યા થઈ. દક્ષિણ અાફ્રિકા સ્થિત ભારતીય ઉચ્ચાયોગે મોનિકાના જૂના વિઝા દરમિયાન નિયમોના ઉલ્લંઘનની વાત કરી.

સંતોષે અોક્ટોબર મહિનામાં ટ્વિટ કર્યું. પરંતુ તેને કોઈ મદદ ન મળી. તેણે ત્રણ મહિના બાદ ફરી વખત સુષમા સ્વરાજને ટ્વિટ કર્યું. અા વખતે સુષ્માની નજર સંતોષના અા ટ્વિટ પર પડી. સુષમા અને વિદેશ મંત્રાલયના અધિકારીઅોઅે સંતોષ પાસેથી અા અંગે જરૂરી જાણકારી મેળવી અને અાખરે તેને અાશ્વાસન અાપ્યું કે તે તેની પત્નીને ભારત લાવવામાં મદદ કરશે.

http://sambhaavnews.com/

You might also like