જર્મનીમાં ફસાયેલી ભારતીય મહિલાને મળી સુષમાની મદદ

નવી દિલ્હીઃ જર્મનીના રેફ્યુજી કેમ્પમાં ફસાયેલી હરિયાણાની ગુરપ્રીતની મદદ માટે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ આગળ આવ્યાં છે. ગુરપ્રીતે પોતાની પરેશાની જણાવતાં લગભગ એક મિનિટનો એક વીડિયો બનાવ્યો. તે સોશિયલ મીડિયા પર પણ શેર થઈ રહ્યાે છે.

એક ફેબ્રુઆરીએ મોડી રાત્રે ટ્વિટર પર સુષમા સ્વરાજને ટેગ કરતાં તેણે કોઈને આ વીડિયોની શરૂઆતની ૨૦ સેકન્ડની ફૂટેજ શેર કર્યો તો થોડા જ કલાકો બાદ સુષમાએ ગુરપ્રીતનો નંબર માગ્યો. ત્યાર બાદ એક કલાકની અંદર સુષમાએ બીજું ટ્વિટ કરીને કહ્યું કે તેમને જર્મનીમાં ભારતીય દૂતાવાસથી રિપોર્ટ મળી ચૂક્યો છે.

થોડા સમય બાદ સુષમાએ ત્રીજું ટ્વિટ કરીને જણાવ્યું કે સ્મિથ ફ્રેકફર્ટ આ કેસને જોઈ રહ્યા છે. તેમણે ગુરપ્રીતના પિતા સાથે વાત કરી લીધી છે. તેમણે કહ્યું કે તેઓ ગુરપ્રીતની મદદ કરશે. હજુ આ બાબતે વધુ જાણકારીની વાત જોવાઈ રહી છે. ગુરુપ્રીતે આ વીડિયોમાં હાલમાં માત્ર એટલું જણાવ્યું છે કે હરિયાણાના ફરિદાબાદની રહેવાસી છે અને તેનાં સાસરિયાંઓએ તેને દગો કરીને જર્મની મોકલી દીધી છે. ત્યાર બાદ તેમણે ગુરપ્રીતને જર્મનીની શરણાર્થી શિબિરમાં ભરતી કરાવી દીધી. ત્યાં તે હજુ તેની પુત્રી સાથે રહે છે.  તેણે ભારત સરકારને વિનંતી કરી છે કે તેને ભારત પરત બોલાવી લેવામાં આવે. ગુરપ્રીતે આગળ કહ્યું છે કે તે સમગ્ર કહાણી ભારત પરત ફરીને જણાવશે.

You might also like