બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાને લઇને સુષમાએ આપ્યો મદદનો ભરોસો

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં એક વખત ફરીથી ઓછી માત્રાના હિદુ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યા છે. ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજએ હિંદુઓ પર થયેલા તાજા હુમલાને લઇને ચિંતા વ્યક્ત કરી છે. એ ઉપરાંત ત્યાં હિંદુઓની સુરક્ષા માટે મદદ કરશે એવો ભરોસો પણ વ્યક્ત કર્યો છે.

સુષમા સ્વરાજે એક ટ્વિટર યૂઝરના પ્રશ્નનો જવાબ આપતાં બાંગ્લાદેશી હિંદુ બાબતે ટ્વિટ કર્યું. સુષમાએ પોતાના ટ્વિટમાં લખ્યું કે બાંગ્લાદેશમાં ભારતીય ઉચ્ચ આયોગને ત્યાં પીએમ સાથે સંપર્ક કરીને એની પર ઊઁડી ચિંતા વ્યક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. ભારત સરકાર બાંગ્લાદેશમાં રહેનારા હિંદુઓની સુરક્ષાને લઇને ચિંતિત છે.


નોંધીનય છે કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર તાજેતરમાં થયેલા હુમલાની ઘટનામાં અજાણી વ્યક્તિઓએ મંદિરોમાં તોડફોડ કરી છે. ઇસ્લામ ધર્મ સંદર્ભમાં એક ફેસબુક પોસ્ટ બાદ ઓછામાં ઓછા 15 મંદિરો અને 20થી વધું મકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. હુમલા બાદ કેટલાક હિંદુઓ મકાન છોડીને બીજા વિસ્તારમાં જતાં રહ્યા હતાં.

You might also like