સ્વરાજની પ્રશંસનીય કામગીરી : એક ટ્વિટ અને દોડતું થયું વિદેશ મંત્રાલય

નવી દિલ્હી : સાઉદી અરબમાં પોતાની નોકરી છુટી જવાનાં કારણે બેહાલ થઇ ગયેલા ભારતીય કામદારોની મદદ કરવા માટે ભારત સરકાર આગળ આવી છે. તેનાં માટે વિદેશ રાજ્યમંત્રી વી.કે સિહને ત્યાં મોકલવામાં આવ્યા છે. આ લોકોમાંથી ઇમરાન ખોખર નામનાં એક વ્યક્તિએ વિદેશ મંત્રી સુષ્વાં સ્વરાજને ટ્વિટ કરીને તેમની પાસે મદદ માંગી હતી. આ ટ્વીટ મળતાની સાથે જ સ્વરાજે તેમાં ફસાયેલા કામદારોને બચાવવા માટેની કાર્યવાહી ચાલુ કરી દીધી હતી.

સુષ્મા સ્વરાજે સૌથી પહેલા તો ફસાયેલા કામદારોનાં માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. સુષ્માએ ખાઇ રહેલા કામદારોની તસ્વીર પોતાનાં ટ્વીટર હેન્ડલ દ્વારા પણ ટ્વીટ કરી હતી. આ સાથે જ સુષ્મા સ્વરાજે ટ્વીટ કરીને જણઆવ્યું કે ત્યતાં દુતાવાસ ખાતે તમામ ભારતીય કામદારોની તમામ પ્રકારે મદદ કરવા માટે જણાવ્યું છે. કોઇ કામદાર બિમાર હોય તો તેની તાત્કાલીક સારવાર સહિતની તમામ વ્યવસ્થા વિદેશ મંત્રાલય દ્વારા કરી નાખવામાં આવી છે.

સ્વરાજે જણાવ્યું કે વિદેશ રાજ્યમંત્રી એમ.જે અકબર પોતે કુવૈતમાં સાઉદી અરબનાં અધિકારીઓની સામે આ મુદ્દો ઉઠાવશે. તેમણે જણાવ્યું કે સાઉદી અરબ અને કુવૈતમાં મોટા પ્રમાણમાં ભારતીયો નોકરી ગુમાવી ચુક્યા છે અને આ સતત ચાલી રહ્યું છે. ઉપરાંત તેઓ જે કંપનીમાં કામ કરતા હતા તે કંપનીઓ તેમને બાકીનાં નાણા પણ નથી ચુકવી રહી. તેમનો બાકી રહેતો પગાર તેમને નથી ચુકવવામાં આવી રહ્યો.

જો કે કુવૈતમાં તો સ્થિતીરમાં સુધારો આવ્યો છે પરંતુ સાઉદી અરબમાં પરિસ્થિતી સતત બગડી રહી છે. સુષ્માએ ત્યાર બાદ કહ્યું કે સાઉદી અરબમાં તે ભારતીયોની તસ્વીર પણ પોસ્ટ કરી છે જેમનાં માટે ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હોય. ઉલ્લેખનીય છે કે ખાડી દેશોમાં મોટા પ્રમાણમાં ભારતીયો નોકરી કરી રહ્યા છે. જો કે ગત્ત કેટલાક સમયથી જે પ્રકારે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડઓઇલની કિંમતોમાં ઘટાડો થઇ રહ્યો છે ત્તયાર બાદથી સાઉદી અરબની કેટલીક કંપનીઓને ઘણુ નુકસાન વેઠવું પડી રહ્યું છે.

You might also like