સુષ્માએ પાક.નું મોંઢુ તોડી નાખી કહ્યું, ‘ભારતે ડૉક્ટરો આપ્યા, પાકિસ્તાને આતંકીઓ આપ્યા’

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી દીધો છે. સુષ્માએ પાકિસ્તાન પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ‘પાકિસ્તાનની ઓળખ આતંકવાદી દેશ તરીકે થાય છે.’

સુષ્મા સ્વરાજે પાકિસ્તાનના ભાષણ બાદ એવો જોરદાર જવાબ આપ્યો છે કે, તેમની સોશિયલ મીડિયા પર પણ વાહવાહ થઈ રહી છે. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, ‘પાકિસ્તાન અને ભારત એકસાથે આઝાદ થયા હતા, પરંતુ અમે AIMS, IIT અને IIM જેવી સંસ્થાઓ ઉભી કરી છે, અને પાકિસ્તાને આતંકી સંગઠનો ઉભા કર્યા છે. પાકિસ્તાને ઘણા આતંકી કેમ્પ અને હક્કાની બનાવ્યા છે.’

સુષ્મા સ્વરાજે એવું પણ ઉમેર્યું હતું કે, ‘પાકિસ્તાન હેવાનિયતનો ગઢ છે, પરંતુ હવે ભારતને માણસાઈનો પાઠ શીખવી રહ્યું છે. ભારત આતંકવાદનો જૂનો શિકાર છે. પાકિસ્તાન અમારી સાથે લડે છે અને આતંકીઓ પર પૈસા ખર્ચ કરે છે.’

વિદેશ મંત્રીએ ભારતના પક્ષમાં દલીલ કરતાં કહ્યું હતું કે, ‘ભારતે વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો પેદા કર્યા છે, પરંતુ પાકિસ્તાને જેહાદીઓ પેદા કર્યા છે.’ સુષ્મા સ્વરાજે આતંકવાદ સામે એક થઈ લડવાની અપીલ પણ કરી હતી.

સુષ્મા સ્વરાજે આતંકવાદ સિવાયના મુદ્દાઓ પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, માત્ર ભારત જ નહીં, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ પણ આતંકવાદ સામે ઝઝૂમી રહ્યા છે.

You might also like