કેન્દ્રના બે દિગ્ગજ પ્રધાનોના ફોટા થયા વાયરલ, ભારતનું વિશ્વમાં વધાર્યું માન

ગત થોડા દિવસોથી દેશી બે કેન્દ્રીય પ્રધાનોના ફોટા ઝડપથી વાયરલ થઇ રહી છે. જેમાં એકમાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ છે જ્યારે બીજા ફોટોમાં રક્ષા પ્રધાન નિર્મલા સીતારમણ છે. દુનિયાના ઘણા દેશોના આવેલા પોતાના સમકક્ષો વચ્ચેનો આ ફોટો બધાનું ધ્યાન ખેંચવા સાથે વિશ્વમાં ભારતનું માન વધારી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં સુષમા સ્વરાજ અને નિર્મલા સીતારમણ ચીનમાં યોજાનારા શંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેન (SCO)માં ભાગ લેવા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ચીન, ભારત, રશિયા, કઝાકિસ્તાન, ઉજબેકિસ્તાન, તજાકિસ્તાન અને પાકિસ્તાનના વિદેશપ્રધાન અને રક્ષાપ્રધાન આવ્યા હતા.

આ દરમિયાન આ કાર્યક્રમને લઇને ફોટો સેશન કરવામાં આવ્યું હતું. જેમાં સમક્ષકોની સાથે બંને પ્રધાનોએ ફોટો પડાવ્યો હતો. આ ફોટામાં બધા વિદેશ પ્રધાન વચ્ચે સુષમા સ્વરાજ એકમાત્ર મહિલા પ્રધાન હતા. જ્યારે રક્ષાપ્રધાનોના ફોટો સેશનમાં પણ નિર્મલા સીતારમણ એકમાત્ર મહિલા પ્રધાન હતા.

આ બંને ફોટાઓ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે. કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આ બંને ફોટોને ટ્વિટ કરતાં કહ્યું ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા’ અર્થાત જ્યાં મહિલાઓને સન્માન મળે છે ત્યાં દેવતાઓનો નિવાસ હોય છે. ગોયલે લખ્યું કે એસસીઓની બેઠકમાં આપણા બંને મહિલા પ્રધાન અલગ દેખાઇ આવતા હતા.

You might also like