ભારત સીમાઓની રક્ષા કરવામાં સક્ષમ, પહેલા ચીન ડોકલામથી હટાવે સેના: સુષ્મા

નવી દિલ્હી: રાજયસભામાં ગુરુવારે ચીનની સાથે સૈન્ય ગતિરોધના મુદ્દા પર ચર્ચા દરમિયાન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે ભારત અને ચીનની વચ્ચે સીમા રેખા રેખાંકિત કરવામાં આવી છે. ડોકલામમાં એક ટ્રાઇજંક્શન છે અને 2012માં એક લિખિત કરાર હેઠળ નિર્ણય લેવામાં આવ્યો હતો કે એમાં કોઇ ફેરબદલ ભારત, ચીન અને ભૂટાનની વચ્ચે ચર્ચા બાદ જ થશે.

વિદેશમંત્રીએ કહ્યું કે ટીન સતત ત્યાં આવતું રહે છે. કોઇક વખત નિર્માણ માટે તો કોઇક વખત કોઇ કામ માટે…પરંતુ આ વખતે એ લોકા સીધા ટ્રાઇજંક્શન પોઇન્ટ પર જ આવી ગયા. કોઇ પણ પ્રકારનો એક તરફી નિર્ણય આપણી સુરક્ષા વ્યવસ્થા માટે જોખમ છે.

તેમણે કહ્યું કે જેવી રીતે ચીનની સાથે સૈન્ય ગતિરોધ એટલા માટે બનેલું છે કે ચીન સતત એવું કહી રહ્યો છે કે ભારત પોતાની સેનાને પાછી પોતાની સીમામાં બોલાવી દે. વિદેશમંત્રીએ કહ્યું કે વાત માનવી શક્ય નથી. આપણો પોઇન્ટ સાચો છે અને બાકીના દેશો આ વાતને સમજી રહ્યા છે.

ચીનની વન બેલ્ટ વન રોડ નીતિ પર સુષ્માએ કહ્યું કે જેવી ખબર પડી કે વન બેલ્ટ વન રોડમાં ચીન પાક આર્થિક કોરિડોરને નાંખી રહ્યો છે, ભારતે પૂરી કડકાઇથી પોતાનો વિરોધ દાખલ કર્યો છે.

સુષ્મા સ્વરાજે નિવેદન આપતાં કહ્યું કે ચીન ડોકલામ ટ્રાઇજંક્શનની હાલની સ્થિતિને પોતાની રીતથી બદલવા માંગે છે. ભારત ચીન તણાવ પર દુનિયાના દરેક દેશ ભારત સાથે ઊભા છે. સૈન્ય ગતિરોધ પર કાનૂની રૂપથી ભારતનો પક્ષ ખૂબ જ મજબૂત છે. ડોકલામ ટ્રાઇજંક્શન પરથી ચીન અને ભારત પોતાની સેનાઓ હટાવે. કોઇ પણ દેશ પોતાની મરજી મુજબ ડોકલામ ટ્રાઇજંક્શનને બદલી શકે નહીં. ભૂટાન પ્રત્યે ચીનએ આક્રમક વલણ દાખવ્યું હતું. ભૂટાને આ સમસ્યા પર ચીન સામે વિરોધ નોંધાવ્યો હતો. સીમા વિવાદ પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારએ ચીનની સાથે ભારતનો પક્ષ મૂક્યો છે.

http://sambhaavnews.com/

You might also like