પાકિસ્તાન મુલાકાત મુદ્દે સુષ્માનો સદનમાં જવાબ : વિપક્ષનો હોબાળો

નવી દિલ્હી : વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પાકિસ્તાનની મુલાકાત બાદ રાજ્યસભામાંનિવેદન આપ્યું હતું. જો કે આ દરમિયાન વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો. ખાસ કરીને શકુર બસ્તીમાં ઝુંપડીઓ તોડવાનો મુદ્દે સદનમાં ભારે ગાજ્યો હતો. આપ પાર્ટી અને તૃણમુલ કોંગ્રેસ દ્વારા સદનમાં ભારો હોબાળો કરવા ઉપરાંત તેઓએ ધરણા કર્યા હતા.
ભારે હોબાળા વચ્ચે વિદેશ મંત્રી સુષ્માસ્વરાજે કહ્યું કે પાકિસ્તાનની સાથે સંબંધોનાં નવા અધ્યાયની શરૂઆત થઇ છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં થયેલ વાતચીત બાદ બંન્ને દેશોએ આતંકવાદની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે અમે પાકિસ્તાન સાથે વાતચીતમાં મુંબઇ હૂમલાનો મુદ્દો ઉઠાવ્યો. અમે પાકિસ્તાની ગુનેગારોની વિરુદ્ધ કાર્યવાહી ઝડપી બનાવવા પણ જણાવ્યું હતું.
આ દરમિયાન હોબાળો કરી રહેલા સાંસદોનાં મુદ્દે ઉપસભાપતિ પી.જે કુરિયને કહ્યું કે તમારામાંથી થોડાક લોકો સભાને હાઇજેક કરવાનાં પ્રયાસો કરી રહ્યા છે. જે લોકોને વાંધો છે તેઓ પહેલા તો પોતાની સીટ પર જાય ત્યાર બાદ વિરોધ નોંધાવો. હું તમને તમારા સવાલ ઉઠાવવા માટેની તક આપીશે. આ દરમિયાન સદનની કાર્યવાહી બે વાર સ્થગીત પણ કરવી પડી હતી.

You might also like