આ ભારતીય સિંગરના નામે છે આ રસપ્રદ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

નવી દિલ્હી: પુલાપકા સુશીલા મોહનનું પાછળના 6 દાયકાથી સંગીતની દુનિયામાં એક પ્રચલિત નામ છે અને હવે તો તેમનું નામ ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં પણ સામેલ કરવામાં આવ્યું છે. અલગ અલગ ભાષાઓમાં સૌથી વધારે ગીત રેકોર્ડ કરવા માટે તેમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે.

આંકડાઓ પર નજર નાખીએ તો સુશીલાએ પાછળના 60 વર્ષોમાં આશરે 17 હજાર 695 ગીતોમાં તેમનો મધુર અવાજ આપ્યો છે. 6 થી વધારે ભારતીય ભાષાઓમાં તેમને સોલો, ડુએટ અને કોરસ ગીત ગાયા છે. તે તમિલ, તેલગુ, કન્નડ, મલયાલમ, હિંદી અને બીજી ભાષાઓમાં ગીત ગાયા છે.

એક મુલાકાતમાં સુશીલાએ કહ્યું હતું કે હજારો ગીત ગાવા મારા માટે ગર્વની વાત છે. જણાવી દઇએ કે તેમને પહેલું ગીત તમિલ ફિલ્મ પાત્રા થાઇ માટે 1952માં ગાયું હતું.

સુશીલાનું કહેવું છે કે જો ચાન્સ મળે તો તે હજુ પણ ગીત ગાયી શકે છે. ગાયકી માટે સુશીલાને રાષ્ટ્રીય પુરસ્કારથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે.

You might also like