હવે આ ‘ધોની’ બનશે ચંબલનો ડાકૂ!

એન્જિનિયરિંગનો અભ્યાસ છોડીને સુશાંતસિંહ રાજપૂત કંઇક નવું કરવા માટે એક્ટિંગમાં આવ્યો. તેણે કરિયરની શરૂઆત ‘પવિત્ર રિશ્તા’ સિ‌િરયલથી કરી, જેમાં તેના પાત્રનાં ખૂબ જ વખાણ થયાં. નાના પરદા પર સુશાંતસિંહ રાજપૂતનો શો હિટ ચાલી રહ્યો હતો. તે છોડીને તેણે ફિલ્મોમાં આવવાનું રિસ્ક લીધું. ‘કાઇપો છે’ અને ‘શુદ્ધ દેશી રોમાંસ’ જેવી ફિલ્મથી તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી.

‘કાઇપો છે’માં સુશાંતની એક્ટિંગ એટલી સારી હતી કે લોકોએ તેને એક સારો અભિનેતા માની લીધો. તેણે નાના પરદાથી દૂર રહી માત્ર ફિલ્મોમાં એક્ટિંગ કરવાનું મન મનાવી લીધું. ‘‌પિકે’ ફિલ્મમાં તેનું પાત્ર ભલે નાનું હતું પણ તેણે પોતાની એક્ટિંગથી દર્શકોનાં મન મોહી લીધાં.

સુશાંતસિંહ રાજપૂત ક્યારેક ‘ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષી’માં તેજ જાસૂસ તો ક્યારેક ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’માં ભારતીય ક્રિકેટ ટીમના સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના રૂપમાં દરેક ફિલ્મમાં અલગ અલગ પાત્ર ભજવીને પોતાના ચાહકોને ચોંકાવતો રહ્યો. સુશાંતની ‘રાબ્તા’ ફિલ્મ ફ્લોપ રહી. મોટા ભાગના અભિનેતાઓ કરિયરની શરૂઆતમાં પ્રયોગ કરતાં ડરતા હોય છે, પરંતુ સુશાંતે કોઇ પણ ડર વગર અલગ અલગ પ્રકારનાં પાત્રો કર્યાં અને તેનાં વખાણ થતાં રહ્યાં.

હવે અભિષેક ચૌબે સુશાંતસિંહ રાજપૂત અને ભૂમિ પેડનેકરને લઇ ચંબલના ડાકુઓ પર આધારિત એક ફિલ્મ શરૂ કરવા જઇ રહ્યા છે. સુશાંત તેમાં ડાકુના રોલમાં જોવા મળશે. ૭૦ના દાયકામાં આ પ્રકારની ફિલ્મો ખૂબ જ બનતી હતી, જેમાં મોટા ભાગની હિટ સાબિત થઇ. હાલમાં સુશાંત સૈફ અલીની પુત્રી સારા અલી સાથે અભિષેક કપૂરની આવનારી ફિલ્મ ‘કેદારનાથ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તે તરુણ મનસુખાનીની ‘ડ્રાઇવ’ ફિલ્મ કરી રહ્યો છે. સંજય પુરણસિંહ ચૌહાણની ‘ચંદા મામા દૂર કે’માં તે એસ્ટ્રોનોટના પાત્રમાં જોવા મળશે.

You might also like