VIDEO: ગુજરાતમાં કોંગ્રેસને મળશે 104થી 107 બેઠકો: અલ્પેશ

ગુજરાતઃ વિધાનસભાની ચૂંટણી હાલ પૂરજોશથી ચાલી રહી છે. ત્યારે બે તબક્કામાં હમણાં જ વિધાનસભાની ચૂંટણી યોજાઇ ગઇ. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 9 ડિસેમ્બરનાં રોજ યોજાઇ ગયું અને બીજા તબક્કાનું મતદાન 14 ડિસેમ્બરનાં રોજ યોજાઇ ગયું.

ત્યારે તેને લઇને બીજા તબક્કાનાં મતદાન બાદ કેટલીક ન્યૂઝ એજન્સીઓ દ્વારા તેને લગતાં એક્ઝિટ પોલનાં આંકડાઓ પણ રજૂ કરવામાં આવ્યાં. જેમાં ભાજપની બહુમતિ હોવાનું અનુમાન રજૂ કરાયું છે. ત્યારે ગુરૂવારનાં સામે આવેલા એક્ઝિટ પોલમાં ભાજપનો વિજય થતો હોય તેવો માહોલ જોવા મળ્યો.

આ મુદ્દે અમારા કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર સાથે વીટીવીએ વાતચીત કરતાં અલ્પેશે એક્ઝિટ પોલને લઇ નિવેદન આપતાં જણાવ્યું કે,”પોલનાં આંકડાઓને ખોટા ગણાવ્યાં હતાં અને કોંગ્રેસ જીતી રહી હોવાનો વિશ્વાસ અલ્પેશે વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસને 104થી 107 બેઠકો મળશે. કોંગ્રેસ 18 તારીખે પોતાની સરકાર બનાવશે.”

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઇ ગયું છે. ત્યારે હવે તારીખ 18મીએ ચૂંટણીને લઇ પરિણામ જાહેર થવાનું છે. ત્યારે નક્કી થશે કે ગુજરાતનો નાથ કોણ બન્યું છે.

You might also like