પાણી ભરાવાથી માત્ર નાગરિકો પર નહી GDP પર પણ ખરાબ અસર પડે છે

નવી દિલ્હી : વરસાદનાં કારણે પાણીભરાવાથી માત્ર રસ્તા પરનાં લોકો જ પ્રભાવિત નથી થતા પરંતુ તેની અસર દેશની જીડીપી પર પણ પડે છે. એક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે પાણી ભરાવાનાં કારણે લોકો કલાકો સુધી જામમાં ફસાયેલા રહે છે. જેનાં કારણે પ્રોડક્ટિવ ટાઇમનું નુકસાન થાય છે.

નાગરિક સંપર્ક મંચ લોકલ સર્કલ્સનાં અનુસાર દિલ્હીનાં 78 ટકા નાગરિકોનો દાવો છે કે પાણી ભરાવાનાં કારણે તેમનો ઘણો મોટો સમય બર્બાદ થાય છે. જેનાં કારણે કામમાં કલાકોનું નુકસાન થાય છે. ચેન્નાઇમાં પણ આ મત્ત વ્યક્ત કરનારા લોકોની સંખ્યા 68 ટકા થઇ છે. જ્યારે મુંબઇમાં 66 ટકા, બેંગ્લોરમાં 58 ટકા લોકોએ આ વાતનો સ્વિકાર કર્યો હતો. આ સર્વે મહાનગરોમાં કરવામાં આવ્યો હતો. જેમાં આ સમસ્યાનો તલસ્પર્શી અભ્યાસ કરી શખાય. સર્વેમાં કહેવામાં આવ્યું કે સરકારને તે સમજાવવું પડશે કે પાણી ભરાવાનાં કારણે જીડીપી અને જીએસડીપી પર સીધી અસર પડે છે.

લોકલ સર્કલ્સે કહ્યું કે પ્રત્યેક શહેરમાં લાખો લોકો રોજિંદી યાત્રા કરે છે અને પાણી ભરાવાનાં કારણે તેમનાં કામ પર અસર પડે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ સમસ્યાઓથી બેંગ્લોર જેવા શહેરોમાં સોફ્ટવેર ઉદ્યોગ ખરાબ રીતે પ્રાભવિત થાય છે. સર્વેમાં કહેવાયું કે અવ્યવસ્થાનાં કારણે આટલા મોટા પ્રમાણમાં નાગરિકોનું કાર્યાલયનો સમય ખરાબ થાય છે. એવામાં કેન્દ્ર સરકારે આ મુદ્દે કામ કરવું જોઇએ.

નાગરિકો દ્વારા પાણી ભરાવા અંગેની સમસ્યાનાં અનેક ઉકેલો પણ અપાયા છે. જેમાં પોલીથીન થેલીઓ પર પ્રતિબંધ, ખાડાઓને બુરવા, સબવે પર ટુટેલા હિસ્સાઓને ફરીથી યથાવત્ત કરવા,નાળાઓમાં કચરો ફેંકવા પર પ્રતિબંધ લગાવવા સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

You might also like