નોટબંધી બાદ પણ રિટર્ન નહીં ભરનાર ૮૦ હજાર લોકો પર બાજ નજર

નવી દિલ્હીઃ ઇન્કમટેક્સ વિભાગ એવાં ૮૦ હજાર લોકોની તલાશમાં છે કે જેમણે નોટબંધી બાદ મોટી રકમ જમા કરાવી હતી અને તેમ છતાં તેમણે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કર્યાં નથી. સીબીડીટીના ચેરમેન સુભાષ ચંદ્રાએ જણાવ્યું છે કે એવાં ૮૦ હજાર લોકોની ઓળખ થઇ ગઇ છે કે જેઓ છેલ્લાં ત્રણ વર્ષથી ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતા હતા, પરંતુ આ વર્ષે રિટર્ન ફાઇલ કર્યાં નથી. તેમણે આશા વ્યક્ત કરી છે કે તેઓ આગામી દિવસોમાં આ રિટર્ન ફાઇલ કરશે.

આ વર્ષે અત્યાર સુધીમાં ૬.૦૨ કરોડ રિટર્ન ફાઇલ થયાં છે તેમાંથી ૮૬ લાખ નવા કરદાતા છે. ગઇ સાલ ૬.૮૫ કરોડ લોકોએ રિટર્ન ફાઇલ કર્યાં હતાં. સીબીડીટીનાં ચેરમેન ચંદ્રાએ જણાવ્યું છે કે નોટબંધીથી કરદાતા અને ઇન્કમટેક્સ કલેક્શન બંને વધારવામાં મદદ મળી છે.

નોટબંધી બાદ જંગી રકમ બેન્કમાં જમા કરાવનાર ત્રણ લાખ લોકોને નોટિસ મોકલવામાં આ‍વી હતી અને ત્યાર બાદ ૨.૨ લાખ લોકોએ રિટર્ન ફાઇલ કર્યાં છે. બાકીનાં ૮૦ હજાર અંગે તપાસ ચાલી રહી છે કે જેમણે હજુ સુધી રિટર્ન ફાઇલ કર્યાં નથી. સીબીડીટી સમયસર રિટર્ન નહીં ભરનારની ઓળખ કરી રહી છે. આ વર્ષે ૩૦ લાખ એવા લોકોની ઓળખ થઇ છે, જેમણે રિટર્ન ભરવાનું છી તેમને મેસેજ મોકલાઇ રહ્યા છે, જો તેઓ રિટર્ન નહીં ભરે તેમને નોટિસ અપાશે.

You might also like