સરોગસી વિધેયક અમલ આડેના અનેક મહાપડકારો

સરોગસી બિલ-ર૦૧૬માં સરકાર દ્વારા અનેક સખત જોગવાઇ કરવામાં આવી છે તેનાથી કરોડોના ટર્નઓવરવાળા ભાડેથી કૂખ લેવાના કારોબારમાં જબરદસ્તીથી ધકેલવામાં આવેલી ગરીબ મહિલાઓના અધિકારનું રક્ષણ થશે, પરંતુ આમાં પણ કેટલીક અડચણ છે. સરકાર કેટલી હદ સુધી કોઇ મહિલાના પ્રજનન અધિકારને નિયંત્રણમાં લઇ શકે છે? કોઇ મહિલાઓ સાથે પિતૃસત્તાકની માફક વ્યવહાર કરતું નથી. તેથી સરોગસી રેગ્યુલેશન બિલ પસાર થવા સામે હજુ કેટલાક પડકાર હોય તેમ લાગી રહ્યું છે.

ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઇ બલરામને પહેલાં દેવકીએ ગર્ભમાં ધારણ કર્યા હતા અને બાદમાં રોહિણીએ બલરામને જન્મ આપ્યો હતો અને તેના હિસાબે જ વાસુદેવ-દેવકી અને રોહિણી એમ તમામ બલરામનાં માતા-પિતા કહેવાયાં હતાં, પરંતુ સરોગસી રેગ્યુલેશન બિલ-ર૦૧૬માં જણાવ્યા મુજબ આ ત્રણેયનું કૃત્ય ગેરબંધારણીય ગણાયું હોત. માત્ર નિઃસંતાન માતા-પિતા કે જેઓ ખરેખર લગ્નગ્રંથિથી જોડાયેલાં હોય અને તેમનાં લગ્નને પાંચ વર્ષથી વધુ સમય થઇ ગયો હોય, તેમની ઇન્ફ‌િર્ટ‌િલટી સાબિત થવી જોઇએ, કારણ તે પહેલાંથી જ છ બાળકને જન્મ આપી ચૂકી હતી. કંસે આ તમામ બાળકોની હત્યા કરી નાખી હતી, પરંતુ સાતમા બાળકને હત્યાથી બચાવવા આવું કરવામાં આવ્યું હતું, પરંતુ તાજેતરમાં સરોગસી કાનૂનમાં બલરામનો જન્મ ગેરબંધારણીય ગણી શકાય.

એક વાત તો ચોક્કસ છે કે આ નવા બિલ હેઠળ શાહરુખ ખાન અને તેની પત્ની ગૌરીને સરોગસી હેઠળ ત્રીજા બાળક માટે પાત્ર ગણી ન શકાય અથવા નહિ તો સોહેલ અને તેની પત્ની સીમાને પણ આવા બાળકને પાત્ર ગણી ન શકાય. ભારતીય હોવાની સાથોસાથ પાંચ વર્ષથી લગ્નગ્રંથિથી જોડાયેલાં અને ઇન્ફ‌િર્ટ‌િલટીની સ્થિતિમાં આમિર ખાન અને કિરણ રાવને સરોગસીની પાત્રતા મળી છે, પરંતુ હવે તે સરોગસી હેઠળ બીજા બાળકને પાત્ર નહિ ગણાય.

આ અંગે પ્રસ્તાવિત કાનૂન હેઠળ મેઘના ગુલઝારની ર૦૦રમાં બનેલી ફિલ્મ હાલમાં સંભવ નથી, તેમાં તબ્બુ ઇન્ફ‌િર્ટ‌િલટીની શિકાર હતી. તેની દોસ્ત સિયા (સુસ્મિતા સેન) તેના માટે સરોગેટ મધરની ભૂમિકા નિભાવે છે.

એવું કહેવાય છે કે ફૂટબોલના ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું બાળક સરોગેટ મધર દ્વારા પેદા થયું છે, જોકે તેણે તેનાે જાહેરમાં સ્વીકાર કર્યો નથી, કારણ કદાચ તેના દેશ પોર્ટુગલમાં સરોગસી ગેરબંધારણીય ગણાતું હશે. ભારતમાં પ્રસ્તાવિક કાનૂન હેઠળ લગ્ન કર્યા વિનાના લોકો માટે સરોગસી દ્વારા બાળક મેળવવું ગેરબંધારણીય ગણાશે. આધુનિક ચિકિત્સા અને ચિકિત્સા ટેક‌િનકના વિકાસ પહેલાં કુદરતી સરોગસીથી જ એક સ્ત્રી માતા બની શકતી હતી, જેમ કે રામની મોટી બહેન શાંતા જે કૌશલ્યા અને દશરથની પુત્રી હતી. કૌશલ્યાએ તેને તેની જ નિઃસંતાન મોટી બહેન અંગ દેશની વર્ચિનીને દત્તક આપી દીધી હતી.

સરોગસીનો ઉલ્લેખ માર્ગારેટ એટવુડના ૧૯૮પમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘હેન્ડમેસ ટેસ’માં કરવામાં આવ્યો છે, તેમાં અમેરિકા પર શાસન કરનારી તાનાશાહ સરકાર કેદી મહિલાઓ પાસે બળજબરીથી સરોગસી કરાવતી હતી. મહિલાઓને સરોગેટ મધર બનવા માટે મજબૂર કરવી તે શોષણનો એક નવો ઉપાય છે. આમાં સૌપ્રથમ તો એ છે કે આ બિલ મુજબ એક કુંવારી મહિલા અથવા પુરુષ સરોગસીથી બાળક મેળવી નહિ શકે. એક કુંવારો પુરુષ દત્તક હેઠળ બાળક મેળવી શકે છે, પરંતુ તે જૈવિક રીતે તેના બાળકનો પિતા બની શકતો નથી, બીજું એક અપરિણીત યુગલ કે જે ર૦ વર્ષથી સાથે રહે છે, તે પણ સરોગસી દત્તક બાળક મેળવી નહિ શકે. ત્રીજું સમલૈંગિક યુગલ ભલે અનેક વર્ષથી સાથે રહેતું હોય તે પણ સરોગસીથી બાળક મેળવી શકતું નથી.

ચોથું માત્ર નજીકના સંબંધી જ સરોગેટ થઇ શકે છે. આ ઉપરાંત એકલી મહિલા પણ સરોગેટ મધર બની નહિ શકે. આ સંદર્ભમાં નેશનલ કમિશન ફોર વુમનનાં ચેરપર્સન લસિયા કુમારમંગલમે ગત વર્ષે જણાવ્યું હતું કે એકલી તલ્લાક લીધેલી મહિલા અથવા કુંવારી મહિલાને સરોગેટ મધર થવાની પાત્રતા આપવી જોઇએ, જો આવું નહિ થાય તો તે તેના જન્મ આપવાના અધિકારને પ્રતિબંધિત ગણાવી દેશે.

આ અંગે વિદેશપ્રધાન સુષમા સ્વરાજે મીડિયાને આ પ્રસ્તાવિત કાનૂનની માહિતી આપતા લિવ ઇન રિલેશન‌િશપ અને સમલૈંગિક યુગલની સાથે ભેદભાવવાળી બાબતો અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ અમારા લોકાચાર સાથે બંધબેસતું નથી. સુષમા સ્વરાજનું આવું નિવેદન સાંભળી એવું લાગે છે કે સરકાર તરફથી મોરલ ડાઉન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેટલાક દેશો જેવા કે ઇટાલી, ફિનલેન્ડ અને આઇસલેન્ડમાં સરોગસી પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

You might also like