છોકરાઓને ઈગ્નોર કરવા માટે છોકરીઓ બનાવે છે આ 5 બહાના…

છોકરી જ્યારે પોતાના ખાસ મિત્રનું દિલ તોડ્યા વગર જ તેનું પ્રપોઝલ રિજેક્ટ કરવા માંગે છે કાં તો તે વ્યક્તિ સાથે રિલેશન આગળ વધારવા માંગતી નથી તો તે આવા મજેદાર બહાનાઓ બનાવે છે.
આવો જાણીએ એવા કેટલાક બહાનાઓ વિશે જે તમે ક્યારેક તો સાંભળ્યા જ હશે.

તુ તો મારા ભાઈ જેવો છે…

પ્રમનો ઈઝહાર સાંભળીને છોકરીને અચાનક જ રક્ષાબંધન યાદ આવી જાય છે , ત્યારે છોકરીઓનું પહેલુ બહાનું હોય છે કે તુ તો મારા બાઈ જેવો છે. મે તને ક્યારેય એવી નજરે નથી જોયો, હુ તો તને બાઈ માનું છું…છી છી. આ સાંભળીને છોકરાને પોતાના પર શરમ આવે છે અને તેનું આશિક દિલ તુટી જાય છે અને તે કેટલાક દિવસો સુધી સદમામાં રહે છે.

મારો બોયફ્રેન્ડ છે

છોકરાઓથી પોતાનો પીછો છોડાવવા માટે છોકરીઓ હંમેશા આ બહાનું બનાવે છે કે મારો તો પહેલાથી જ બોયફ્રેન્ડ છે. તેમનું આ બહાનું સાંભળીને છોકરો પાછો પડી જાય છે અન તે સમજી જાય છે કે છોકરીનો ઈન્ટ્રેસ્ટ તેનામાં નથી.

બધા છોકરાઓ એક જેવા જ હોય છે.

એવી છોકરીઓ જેમને પ્રેમમાં પહેલાથી જ કોઈ છોકરાએ દગો આપ્યો હોય, એવી છોકરીઓ પોતાના મનમાં છોકરાઓ પ્રતિ ખોટી છબી બનાવી લે છે અને જ્યારે કોઈ છોકરો તેની નજીક આવવાનો પ્રયત્ન કરતો હોય છે. ત્યારે તે આ જ કહે છે કે દરેક છોકરાઓ એક જેવા હોય છે.

મા-બાપને છેતરવા અને કરિયર બગાડવા નથી માંગતી

છોકરીઓ સૌથી વધારે આ જવાબનો ઉપયોગ કરે છે, જેવો કોઈ છોકરો તેને પ્રપોઝ કરે છે તો તે ફટાકથી આ બે જવાબ આપતી હોય છે, હું મારા મા-બાપ અને પરિવારને છેતરવા નથી માંગતી અને કાં તો હું મારુ કરિયર ચોપાટ કરવા નથી માંગતી, છોકરાને પોતાના કરિયરની યાદ ત્યારે આવે છે જ્યારે છોકરી તેને આવો જવાબ આપતી હોય છે.

હું તે પ્રકારની છોકરી નથી.

છોકરાઓને ઘણી વખત છોકરીઓના મોઢે આ વાક્ય સાંભળવા મળતુ હોય છે, હું બીજી છોકરીઓ જેવી નથી. એવામાં પ્રપોઝ કરવાવાળો વ્યક્તિ કન્ફ્યુજ થાય છે કે હવે તેવા પ્રકારની છોકરી લાવવી ક્યાંથી.

You might also like