આજે સર્જાઈ અદભૂત ખગોળીય ઘટના, કર્કવૃત રેખા પાસે 12.40 મિનિટે પડછાયો થયો ગાયબ

કુદરત પણ કેવા અજબ અચરજ સર્જે છે. માનવીને આશ્ચર્યમાં મૂકી દેતી એક ખગોળીય ઘટના આજે બની હતી. શનિવારે બપોરે 12.40મિનિટે કર્કવૃત પર પડછાયો જ ગાયબ થઈ જવાની ઘટના બની હતી. ખગોળશાસ્ત્રીઓના મત અને ગણતરી મુજબ વર્ષમાં એક વખત આવી ઘટના બનતી હોય છે.

ધોમધખતા તાપમાં માનવીઓ ક્યાંક વૃક્ષનો છાંયડો શોધવા ફરતા હોય છે. ત્યારે આ ઘટનામાં તો મનુષ્યનો ખુદનો પડછાયો પણ પોતાનાથી ગાયબ થઈ જાય છે. આ ઘટનાથી લોકોએ સાનંદાશ્ચર્ય અનુભવ્યું હતું.

કર્કવૃત પર થયો અનોખો સંયોગ
બપોરે 12.40મિનિટે પડછાયો થયો ગાયબ
વર્ષમાં એક વખત બને છે આવી ખગોળીય ઘટના
લોકોએ આશ્ચર્ય અનુભવ્યું

You might also like