‘બિગ બોસ 10’ માટે સલમાને લીધો ચોંકાવનારો નિર્ણય

નવી દિલ્હી: ટી.વી શો ‘ બિગ બોસ 10’ માટે અભિનેતા સલમાન ખાનની ફી હંમેશા ચર્ચામાં રહી છે. શો ના નિર્મતાની હંમેશી ઇચ્છા હતી કે અભિનેતા હંમેશા તેમના કાર્યક્રમને ચલાવતા રહે અને તેમના માટે સલમાનને ફી ના રૂપમાં મોટી રકમ પણ આપવામાં આવે છે. પરંતુ બિગ બોસ 10ના સંસ્કરણ માટે સલમાને પોતાની ફીમાં એક ચોંકાવનારો નિર્ણય કર્યો છે.

તમને જણાવી દઇએ કે તેની ફીનો કેટલોક ભાગ તેની સંસ્થા બીઇંગ હ્યુમનના ખાતામાં નાખી દે. સલમાન ખાને બિગ બોસ શો માટે હંમેશા પોતાની ફી વધારી છે પરંતુ આ વખતે ફી માં કાપ મૂકાશે.

અભિનેતા ઇચ્છે છે કે તેની ફીનો કેટલોક ભાગ બિઇંગ હ્યુમનના ખાતામાં નાંખવામાં આવે. એવું લાગી રહ્યું છે કે સલમાન પોતાની વધતી ઉંમર સાથે સમાજસેવાના કાર્યોમાંવધારે રસ લઇ રહ્યો છે.

You might also like