પાકિસ્તાન ISIના પ્રમુખ બદલવાની પેરવીમાં

પાકિસ્તાનની શક્તિશાળી જાસૂસી સંસ્થા ISI ના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ રિજવાન અખ્તરને તેમના સમયગાળા કરતા વહેલા નિવૃત્તિ આપી દેવાય તેવી શક્યતાઓ છે. સૂત્રો દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આવતા સપ્તાહે ISI માં થનાર આ ફેરબદલીને ભારત દ્રારા કરાયેલ સર્જીકલ સ્ટ્રાઈક સાથે જોડીને જોવામાં આવી રહી છે. અત્યંત ગુપ્ત રીતે હાથ ધરાયેલ આ સર્જીકલ સ્ટ્રાઈકની જાણ પાકિસ્તાની જાસૂસી સંસ્થાને પણ ના થતા તેના પર અનેક શંકાઓ ઉઠી રહી છે.

અખ્તરને સપ્ટેમ્બર ૨૦૧૪ માં ISI ના મહાનિદેશક બનાવવામાં આવ્યા હતા.તેઓએ નવેમ્બર ૨૦૧૪ માં પોતાનો પદભાર સંભાળ્યો હતો. તેઓએ લેફ્ટનન્ટ જનરલ ઝહિર ઉલ ઇસ્લામની જગ્યા લીધી હતી. સામાન્ય રીતે આ નિમણુક ત્રણ વર્ષ સુધીની હોય છે.

આમાં ફક્ત ત્યારે જ ફેરફાર થઇ શકે છે જયારે ISI પ્રમુખ સેવા નિવૃત થઇ જાય અથવા સૈન્ય પ્રમુખ તેની જગ્યા લઇ લે.

અહેવાલમાં જણાવ્યા મુજબ તેઓ ISI ડીજી પદ માટે નક્કી કરેલા ત્રણ વર્ષના કાર્યકાળ પહેલા નિવૃત થઇ શકે છે. એક અધિકારીના જણાવ્યા મુજબ કરાંચી ડીવીઝનના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ નવીદ મુખ્તાર તેઓનું સ્થાન લઇ શકે તેવી સંભાવનાઓ છે. જો કે સૈન્યના મુખ્ય પ્રવકતા અસીમ બાજવાએ ISI ના પ્રમુખને હટાવવાના સમાચારોને ખોટા ગણાવ્યા છે.

જો કે પ્રધાનમંત્રી નવાઝ શરીફે ભારતે કરાયેલા સર્જીકલ સ્ટ્રાઈકને ફગાવી દીધું હતું. પાકિસ્તાનનું માનવું છે કે ભારત આ બધું એટલે કરી રહ્યું છે કે દુનિયાનું ધ્યાન કાશ્મીરમાં થઇ રહેલા માનવાધિકાર ભંગ તરફ ના ખેચાય. પાકિસ્તાન અને કાશ્મીર હવે ખુબ મજબુત થયા છે તેવું નવાઝ શરીફે જણાવ્યું હતું. શરીફે આતંકી બુરહાનને ફરીથી હીરો ગણાવ્યો હતો.

You might also like